લાખ્ખો રૂપિયા ભરેલ બેગ મહિલા રિક્ષામાં ભૂલી જતા રિક્ષા ચાલકે રિક્ષમાંથી મળેલ બેગ સહી સલામત સાચવી રાખી ઈમાનદારી પૂરી પાડી હતી
અરવલ્લી જીલ્લામાં વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લાગેલા નેત્રમ સીસીટીવી કેમેરાના ઉપયોગથી ચોરી, લુંટ, ચીલ ઝડપ, હીટ એન્ડ રન-અકસ્માત, અપહરણ-ગુમ સહિતના અનેક ગુન્હા ઉકેલવામાં કડીરૂપ સાબિત થયા છે મોડાસા શહેરની પારસ સોસાયટીમાં રહેતા એક મહિલા તેના સબંધી સાથે રિક્ષામાં બેસી બસ સ્ટેન્ડ ગયા હતા રિક્ષામાં 2.5 તોલા સોના-ચાંદીના દાગીના તથા રોકડ સહિત 1.64 લાખ મત્તા સાથેની બેગ ભૂલી જતા મહિલા સહિત તેમના પરિવારને બેગ રિક્ષામાં રહી ગઈ હોવાની જાણ થતાં હોંફાળા-ફોંફાળા બની રીક્ષાની શોધખોળ કરી હતી રિક્ષાનો કોઈ અત્તો-પત્તો ન લાગતા નેત્રમ શાખાનો સંપર્ક કરતા નેત્રમ ટીમે બસ સ્ટેન્ડ વિસ્તારના કેમેરાનું એનાલિસિસ કરી રિક્ષાને શોધી કાઢી લાખ્ખો રૂપિયા ભરેલ બેગ પરત અપાવી હતી
મોડાસા શહેરની પારસ સોસાયટીમાં રહેતા દક્ષ રાઠોડના માતા અને તેમના સંબંધી શનિવારે બહાર ગામ કામકાજ અર્થે જવાનું હોવાથી પારસ સોસાયટીમાંથી રિક્ષા કરી બસ સ્ટેન્ડ પહોંચ્યા હતા મહિલા પાસે સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત 1.64 લાખ મત્તા ભરેલી બેગ ઉતાવળમાં રિક્ષામાં રહી ગઈ હતી મહિલાને તેમની લાખ્ખો રૂપિયા ભરેલ બેગ રિક્ષામાં રહી ગઈ હોવાની જાણ તેમના પુત્રને કરતા બસ સ્ટેન્ડ પહોંચી રિક્ષાની શોધખોળ હાથધરી હતી રિક્ષા મળી ન આવતા દક્ષ રાઠોડ જીલ્લા પોલીસ ભવનમાં આવેલ નેત્રમ શાખાનો સંપર્ક કરી આપવીતી જણાવી હતી
નેત્રમ PSI જયદીપ ચૌધરી અને તેમની ટીમે નેત્રમ સીસીટીવી કેમેરા રેકોર્ડિંગનું એનાલીસીસી કરી મહિલા જે રીક્ષામાં બસ સ્ટેન્ડ ઉતર્યા હતા તે રિક્ષા શોધી કાઢી રિક્ષા ચાલકનો મોબાઈલ નંબર મેળવી તેનો સંપર્ક કરતા રિક્ષા ચાલકે કોઇ મુસાફર તેની બેગ બિનવારસી હાલતમાં રિક્ષામાં ભૂલી જતા તેને સહી સલામત મૂકી રાખી હોવાનું જણાવી નેત્રમ ટીમને બેગ સુપ્રત કરતા નેત્રમ ટીમે 1.64 લાખની મત્તા ભરેલ બેગ સહી સલામત ગણતરીના કલાકમાં મહિલાના પુત્રને પરત અપાવતા દક્ષ રાઠોડ અને તેમના પરિવારે નેત્રમ શાખાની કામગીરીની સરાહના કરી આભાર વ્યક્ત કર્યો હતો