asd
27 C
Ahmedabad
Tuesday, October 8, 2024

અરવલ્લી : મોડાસાના તબીબને દુબઈમાં પ્રેક્ટિસના લાઇસન્સના નામે 29.81 લાખનું સાયબર ફ્રોડ કરનાર ગઠિયાને અમદાવાદથી દબોચ્યો


અરવલ્લી સાયબર ક્રાઇમની ટીમે તબીબને ચૂનો લાગવનાર ગેંગના સાગરિત દીપુસિંહ રાજપુતને હાટકેશ્વરથી દબોચી લીધો

Advertisement

અરવલ્લી SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ જીલ્લાના પ્રજાજજનો સાયબર ફ્રોડનો શિકાર ન બને તે માટે સતત જનજાગૃતિ કાર્યક્રમ યોજી રહ્યા છે સાયબર ક્રાઇમનો ભોગ સૌથી વધુ શિક્ષિત લોકો બની રહ્યા છે જીલ્લા સાયબર ક્રાઇમ ટીમે મોડાસાના જાણીતા ઓર્થોપેડિક તબીબ પ્રીતમ મહેશ્વરી સાથે યુએઈ અને દુબઈમાં મેડિકલ પ્રેક્ટિસ તરીકે લાયસન્સ આપાવાના નામે 29.81 લાખની ઓનલાઈન ઠગાઈ કરનાર સાયબર ગેંગના સાગરિતને અમદાવાદ હાટકેશ્વરથી દબોચી લઇ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી                                                                                     

Advertisement

અરવલ્લી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ અમિત ચાવડા અને તેમની ટીમે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ તરીકે ફરજ બજાવતા પ્રીતમ ભરતભાઈ મહેશ્વરીને ફેસબુક પર  યુએઈ અને દુબઈમાં ડોક્ટરની પ્રાથમિક તાલીમ આપનાર અને તબીબ તરીકે ઓળખ આપનાર સાયબર ગઠિયાએ દુબઈમાં મેડિકલ પ્રેક્ટિસ માટે લાઈસન્સ આપવાની લોભામણી લાલચ આપી વિવિધ ફીના નામે 29.81 લાખ ઓનલાઈન પડાવી લેનાર સાયબર ગેંગના સાગરીત દીપુસિંહ રવિન્દ્રસિંહ રાજપુત (રહે,યાદવનગર,હાટકેશ્વર-અમદાવાદ અને મૂળ રહે,ખાલીસપૂર UP)ને અમદાવાદથી દબોચી લઇ ગણતરીના મહિનામાં સાયબર ફ્રોડના ગુન્હાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી

Advertisement

                                                 INBOX : શું હતો સમગ્ર સાયબર ફ્રોડનો મામલો વાંચો…!!

Advertisement
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરની સાર્વજનિક હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ તરીકે ફરજ બજાવતા પ્રિતમ મહેશ્વરીને ગલ્ફ કન્ટ્રીમાં મેડિકલ પ્રેક્ટિસ માટે લાઈસન્સની જરૂર હોવાથી ફેસબુક પર સર્ચ કરતા સાયબર ગઠિયો ભટકાઈ ગયો હતો ગલ્ફ કન્ટ્રીમાં તબીબ લાઇસન્સ માટે અલગ-અલગ ફીના નામે ધીરેધીરે 29.81 લાખ તેના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ખંખેરી લીધા પછી તબીબને તેમનું બાયોમેટ્રિક પોલીસના હાથમાં આવી જતા કાયદાકીય ડર બતાવી 2 કરોડ દિરહામની માંગ કરતા તબીબ ચોકી ઉઠ્યો હતો તબીબે સાયબર ગાઠિયાને આપેલ પેમેન્ટ પરત માંગતા વધુ 5 હજાર દિરહામની માંગ કરી 29.81 રૂપિયા પરત નહીં આપતા ઓર્થોપેડિક તબીબ સાયબર ગઠિયાની જાળમાં આબાદ ફસાતા સાયબર ક્રાઇમની મદદ લીધી હતી  ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધવતા પોલીસે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે
       મોડાસાની આરાધના સોસાયટીમાં રહેતા અને સાર્વજનિક હોસ્પિટલમાં ઓર્થોપેડિક તબીબ તરીકે ફરજ બજાવતા પ્રીતમ ભરતભાઈ મહેશ્વરીને યુએઈમાં તબીબ પ્રેક્ટિસ માટે જવું હોવાથી લાયસન્સની જરૂર હોવાથી ફેસબુક પીઆર સર્ચ કરતા GUARANTEED PROMETRIC EXAM SOLUTIONS લખેલ એકાઉન્ટ મળી આવતા એકાઉન્ટ પર લખેલ નંબર પર વોટસએપ કરતા સામે થી હું આપને શું મદદ કરી શકુંનો મેસેજ કરી મેસેજ કરનાર સાયબર ગઠિયાએ ડો.અહેમદ તારિક તરીકે ઓળખાણ આપી હતી અને બંને વચ્ચે દુબઈમાં અને અબુધાબી માં પ્રેક્ટિસ લાઇસન્સ મેળવી આપવાની બાહેંધરી આપી તબીબને વાત ચિતમાં ભરાવી વિશ્વાસ કેળવી વિવિધ ફીના નામે લખનૌની સાઉથ ઇન્ડિયા બેંકના એકાઉન્ટમાં ઓનલાઈન રૂપિયા ડિપોઝિટ કરાવવાનું જણાવતા તબીબે તેમના અને પરિવારજનોના એકાઉન્ટ માંથી ધીરેધીરે 29.81 રૂપિયા ખંખેરી લીધા હતા ત્યાર બાદ તબીબને લાઇસન્સ નહીં મળતાં તબીબે ડો.અહેમદ તારિક તરીકે ઓળખ આપનાર શખ્સ પાસે પૈસા પરત માંગતા કાયદાકીય ડર બતાવી તેમજ પરત પૈસા મેળવવા વધુ રૂપિયાની માંગ કરતા તબીબ સાયબરક્રાઇમનો ભોગ બન્યાનો અહેસાસ થતાં સાયબર ક્રાઇમ ટીમનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમ ટીમે તબીબને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવાનું જણાવતા તબીબે ડો.અહેમદ તારિક નામધારી શખ્સ સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!