સાઠંબા નજીક ક્વોરી ઉદ્યોગના પગલે ભાર વાહક ચાલકો બેફામ વાહનો હંકારતા અવાર-નવાર અકસ્માત સર્જાઇ રહ્યા છે,ડમ્પર ચાલકો સામે ખાણખનિજ વિભાગ અને પોલીસતંત્ર નતમસ્તક હોવાની ચર્ચા
અરવલ્લી જીલ્લામાં ભાર વાહક ચાલકો બેફામ ગતિએ વાહન હંકારી નિર્દોષ વાહનચાલકો અને રાહદારીઓ માટે યમદૂત રૂપી સાબિત થઈ રહ્યા છે ખાણખનિજ,આરટીઓ અને પોલીસતંત્રનો જાણે કોઇ ડર ન હોય તેમ ભાર વાહક વાહન ચાલકો ફૂલસ્પીડે વાહન હંકારી લોકોને મોત ને ઘાટ ઉતારી રહ્યા છે સાઠંબા-ધોળીડુંગરી મુખ્ય માર્ગ પર સાઠંબા માર્કેટયાર્ડ નજીક રોડ પરથી પસાર થતાં રાહદારીને આઈવા ટ્રેકે ધડકાભેર ટક્કર મારી ટ્રક નીચે કચડી નાખતા રાહદારીનાં શરીરના ફુરચે ફુરચા નીકળી ગયા હતા આઈવા ટ્રક ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો સમગ્ર અકસ્માતની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી બેફામ ગતિએ હંકારતા ટ્રક ચાલકો સામે તંત્ર દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવેની લોકમાંગ પ્રબળ બની છે
સાઠંબા વિસ્તારમાં ક્વોરી ઉદ્યોગ પગલે કપચી વહન કરતા ટ્રકો પૂરપાટ ઝડપે રોડ પરથી પસાર થતા હોવાથી નાના-મોટા વાહનો અને રાહદારીઓ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે સાઠંબા નજીક ચાંપલાવત ગામના રહીશ સોલંકી પ્રભાતસિહ માધુસિહ નિત્યક્રમ મુજબ રવિવારે વહેલી સવારે ચાંપલાવત ગામથી પગપાળા સાઠંબા દેવદર્શને આવી રહ્યા હતા. ત્યારે સાઠંબા માર્કેટયાર્ડ નજીક કોઈ અજાણ્યા આઈવા ટ્રકના ચાલકે પ્રભાતસિહને ટક્કર મારતાં તેઓ નીચે પડી ગયા હતા. તેઓના પેટના ભાગે ભારે વાહનોનાં પૈડાં ફરી વળતાં તેઓનું સ્થળ પર જ મોત નીપજવા પામ્યું હતું.સાઠંબા વિસ્તારમાં ક્વૉરી ઉદ્યોગ આવેલો હોવાથી કપચી ભરીને જતી ટ્રકોની અવરજવર વિશેષ રહે છે.અકસ્માતની જાણ થતાં સાઠંબા પોલીસે તરત જ ઘટનાસ્થળે પહોંચી લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી