29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી : શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાંથી 8.09 લાખનો વિદેશી દારૂ...

અરવલ્લી : શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટ્રકમાંથી 8.09 લાખનો વિદેશી દારૂ ટ્રક ચાલક ખેપીયાને દબોચ્યો

0
106

લોકસભા ચૂંટણીની આચાર સંહિતા હટતા બુટલેગરો સક્રિય થયા..!! 

અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્ર આંતરરાજ્ય સરહદો પર રાઉન્ડ ધી ક્લોક પેટ્રોલીંગ હાથધરી નાના-મોટા વાહનો મારફતે થતી વિદેશી દારૂની ખેપને નિષ્ફળ બનાવવા સતત પ્રયત્નશીલ બન્યું છે લોકસભા ચૂંટણી આચાર સહિતાની અમલવાર દૂર થતાની સાથે બુટલેગરો ગાંધીના ગુજરાતમાં વિદેશી દારૂ ઠાલવવા અધીરા બન્યા છે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીકથી ખજૂરીના ડાળખાની આડમાં સંતાડીને ઘૂસાડાતો 8.09 લાખ રૂપિયાનો વિદેશી દારૂ જપ્ત કરી ટ્રક ચાલક બુટલેગરને જેલ ના સળિયા પાછળ ધકેલી દઈ વિદેશી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

શામળાજી પીએસઆઇ એસ.કે.દેસાઈ અને તેમની ટીમે અણસોલ ગામ નજીક રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ હાથધરી બાતમીદારો સક્રિય કરતા રાજસ્થાન તરફથી ટ્રકમાં વિદેશી દારૂ ભરી શામળાજી થઈ ગુજરાતમાં ઠાલવવાનો હોવાની બાતમી મળતાં શામળાજી પોલીસ સતર્ક બની બાતમી આધારીત ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં દેશી સાવરણી બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતા ખજૂરીના ડાળખાંની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-6492 કિં.રૂ.809640/-નો જથ્થો જપ્ત કરી ટ્રક ચાલક બુટલેગર ભગવતીલાલ શિવલાલ મીણા (રહે,ગજપુરા,ઉદેપુર-રાજ)ને ઝડપી પાડી વિદેશી દારૂ,મોબાઈલ અને ટ્રક મળી કુલ.રૂ.16.11 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ બુટલેગરો સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!