સ્ટેટ મોનિટરિંગ સેલે રાજસ્થાન બાલોતરાના બુટલેગર અનીસ જાટની જય શ્રી રામના કોડવર્ડ સાથે ચાલતી દારૂની લાઇનનો પર્દાફાશ કર્યો, ટ્રકમાં મેદાના કટ્ટાની આડમાં સંતાડેલ 10.35 લાખનો દારૂ ઝડપ્યો,બે ખેપીયા જબ્બે, જીલ્લા એલસીબી,મોડાસા રૂરલ પોલીસ,શામળાજી અને ટીંટોઈ પોલીસની કામગીરી સામે અનેક તર્ક -વિતર્ક,જીલ્લા પોલીસ તંત્રની આંતરિક લડાઇમાં બુટલેગરોને બખ્ખા,રાજસ્થાનના રતનગઢથી દારૂ ભરેલો ટ્રક વડોદરાના બુટલેગરને આપવાનો હતો, ટ્રક ચાલક 30 હજાર રૂપિયાની લાલચમાં દારૂની ખેપ મારવા જતા જેલમાં ધકેલાયો
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના આગમન પછી જીલ્લાની આંતરરાજ્ય સરહદો પરથી વિદેશી દારૂની હેરાફેરી અટકાવવામાં પોલીસ મહદઅંશે સફળ રહી છે છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાનના બે બુટલેગર દારૂની લાઇન ચલાવતા હોવાની ચર્ચાના દોર વચ્ચે સ્ટેટ મોનિટરિંગ સેલને રાજસ્થાન બાલોતરાનો બુટલેગર અનીશ જાટ દારૂની લાઇન ચલાવતો હોવાની બાતમી મળતા છેલ્લા કેટલાક દિવસથી સ્ટેટ મોનિટરિંગ સેલના આંટાફેરા વધી ગયા હતા સ્ટેટ મોનેટરિંગ સેલે ગાજણ ટોલપ્લાઝા નજીક બાતમીના આધારે વોચ ગોઠવી મેંદાના કટ્ટાની આડમાં સંતાડેલ 8892 બોટલ વિદેશી દારૂ સહિત 32.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે ખેપિયાને દબોચી લીધા હતા
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમને રાજસ્થાનથી શામળાજી-મોડાસા રોડ પરથી દારૂની લાઈન ચાલતી હોવાની બાતમી મળતા રવિવારે મોડાસા -શામળાજી રોડ પર ધામા નાખ્યા હતા ત્યારે રાજસ્થાનથી ટ્રકમાં ઘઉ અને મેંદાના લોટનાં કટ્ટાની આડમાં વિદેશી દારૂની ખેપ થઈ રહી હોવાની બાતમી મળતા સ્ટેટ મોનિટરિંગ સેલે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ગાજણ ટોલપ્લાઝા નજીક નાકાબંધી કરી શામળાજી તરફથી આવતા શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથધરી બાતમી આધારિત ટ્રક આવતા તેને અટકાવી ટ્રકમાં તલાસી લેતા ટ્રકમાં વિદેશી દારૂ ભરેલ હોવાથી SMCની ટીમ દારૂ ભરેલી ટ્રક મોડાસા રૂરલ પોલિસ સ્ટેશનમાં લઇ આવી હતી
સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઘઉ અને મેંદાના કટ્ટાની આડમાં સંતાડેલ વિદેશી દારૂની બોટલ નંગ-8892 કિંમત રૂ.1035600/-નો જથ્થો જપ્ત કરી વિદેશી દારૂ,ઘઉંના લોટ અને મેંદાના કટ્ટા, ટ્રક, મોબાઈલ, રોકડ રકમ સહિત અન્ય ચીજવસ્તુ મળી કુલ.રૂ.32.62 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક સ્વરૂપારામ અમેડારામ જાટ (રહે,રેવાલી-રાજ) અને ક્લીનર રૂપારામ હસ્તારામ જાટ (રહે,રામકિશનનગર-રાજ)ને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દઈ દારૂની લાઇન ચલાવનાર 1)અનીશ જાટ (રહે,બાલોતરા-રાજ) ,2)દારૂ ભરેલ ટ્રક રતનગઢ આપી જનાર અજાણ્યો ટ્રક ચાલક,3)દારૂનો જથ્થો મંગાવનાર વડોદરાનો બુટલેગર અને 4)ટ્રક માલિક ગોવિંદ ખેંગાર સાનિયા (રહે,ભરવાડ વાસ ,ફતેવાડી, સરખેજ-અમદાવાદ) વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા