33.9 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines અરવલ્લી : DEOએ ફાયર NOCને લઈને સખ્ત કાર્યવાહી મોડાસાની બે અને મેઘરજની...

અરવલ્લી : DEOએ ફાયર NOCને લઈને સખ્ત કાર્યવાહી મોડાસાની બે અને મેઘરજની એક હાઈસ્કૂલને સીલ કરવા નોટીસ આપી

0
199

મોડાસાની કરીમીયાહ હાઈસ્કૂલ અને એચ.એલ.પટેલ સરસ્વતી હાઈસ્કૂલ તેમજ મેઘરજની ઈડન ઇન્ટરનેશનલ સ્કૂલને નોટીસ આપી સીલ કરવા આદેશ                                        

રાજકોટ શહેરના ટીઆરપી ઝોનમાં અગ્નિકાંડની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં તંત્ર એકા એક હરકતમાં આવ્યું છે ગુજરાતમાં ગેમઝોન થી લઈને શાળા,હાઈસ્કૂલ સહિત મંદિરીમાં પણ ફાયર સેફ્ટીના સાધનો અને NOCને લઈને તપાસ હાથ ધરી છે.ત્યારે અરવલ્લી જીલ્લાના શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓ,હાઈસ્કૂલ સહિત તમામ શૈક્ષણિક સંકુલમાં ફાયર સેફ્ટીને લઈને કાર્યવાહી હાથધરવામાં આવી છે.                                                                                        

અરવલ્લી જીલ્લામાં મોડાસા શહેરની કરીમીયાહ હાઈસ્કૂલ અને એચ.એલ.પટેલ સરસ્વતી હાઈસ્કૂલ અને મેઘરજની ઈડન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ફાયર એનઓસી મેળવેલ ન હોવાથી અથવા રિન્યુ ન કરાવી હોવાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને અન્ય તમામ લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી ફાયર એનઓસી ન મળે કે રિન્યુ ન થાય ત્યાં સુધી બાળકો અને અન્ય લોકોને પ્રવેશ આપવો નહીં તેમજ ત્રણે હાઈસ્કૂલને સીલ કરવાના આદેશની નોટિસ મળતાં સંચાલકોમાં દોડધામ મચી હતી અને ફાયર એનઓસી અને રિન્યૂ કરાયેલ પ્રમાણપત્ર માટે તજવીજ હાથધરી હતી વેકેશન ખુલવાના બે દિવસ અગાઉ શિક્ષણાધિકારી કચેરીથી નોટિસ મળતાં સંચાલકો અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ અસમંજસની સ્થિતિમાં મુકાયા હતા      

                                                            અરવલ્લી જીલ્લા શિક્ષણાધિકારી ર્ડો.ઉષા ગામેતીના જણાવ્યા અનુસાર               

અરવલ્લી જીલ્લાના શિક્ષણાધિકારી કચેરી દ્વારા જીલ્લાની તમામ શાળાઓમાં ફાયર એનઓસી અંગે તપાસ કરાવવામાં આવતા ફાયર એનઓસી છે પરંતુ મોડાસા શહેરની બે અને મેઘરજ નગરની એક હાઈસ્કૂલે ફાયર એનઓસી રિન્યુ ન કરાવતા નોટિસ આપવામાં આવી છે 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!