asd
27 C
Ahmedabad
Monday, October 7, 2024

અરવલ્લી : મોડાસા શહેરમાં રખડતા કૂતરાઓનો આતંક યથાવત,5 વર્ષના બાળકને મોઢાના ભાગે બચકા ભર્યા,ઓપરેશનની નોબત


મોડાસા શહેરમાં રખડતા પશુઓ અને રખડતા કૂતરાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે છેલ્લા ઘણા સમયથી કુતરા કરડવાના બનાવોમાં વધારો થયો છે શહેરના અંતરિયાળ માર્ગો પર કૂતરાઓના ટોળા વાહન પાછળ દોડતા હોવાથી અકસ્માતની ઘટનાઓ બની રહી છે મોડાસા નગરપાલિકા તંત્ર પાસે રખડતા કૂતરાઓને નાથવા માટે કોઇ યોગ્ય પ્લાન ન હોવાથી નગરજનો ભગવાન ભરોશે હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે મોડાસા શહેરની બાગે નિશત સોસાયટીમાં 5 વર્ષના બાળક પર રખડતા શ્વાને હુમલો કરી મોઢાના ભાગે બચકા ભરી લેતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાળકને સાર્વજનિક હોસ્પિટલ સારવાર અર્થે દાખલ કરવાની ફરજ પડી હતી

Advertisement

મોડાસા શહેરના કોલેજ રોડ પરની સોસાયટી વિસ્તારમાં રખડતા કૂતરાઓના આતંકથી સાંજના સુમારે બાળકો ઘરની બહાર શેરીમાં રમવા પણ જઈ શકતા નથી બાગે નિશત સોસાયટીમાં રહેતા 5 વર્ષીય અરમાન મુસ્તાક અહેમદ પઠાણ નામના બાળક પર બુધવારે રાત્રે ડાઘિયા કૂતરાએ અચાનક હુમલો કરી મોઢાના ભાગે બાચકા ભરી લેતા કૂતરાના હુમલાથી ભોગ બનેલ બાળકે બૂમાબૂમ કરતા સ્થાનિક લોકોએ કુતરાના મોં માંથી બાળકને છોડાવ્યો હતો લોહીલુહાણ હાલતમાં ગંભીર ઇજાગ્રસ્ત બાળકને સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતાં તબીબે પ્રાથમિક સારવાર આપી ઓપરેશન કરવાની સલાહ આપતાં ગરીબ પરિવાર પર આભ તૂટી પડ્યું હતું બે-ત્રણ મહિનામાં લઘુમતી વિસ્તારમાં દસથી વધુ બાળકોને કુતરા કરડી જતા લોકોમાં નગરપાલિકા તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યા છે

Advertisement

મોડાસા નગરપાલિકાના કોર્પોરેટર લાલાભાઈ વાયરમેન અને શાહિદ ગોલ્ડી સાર્વજનિક હોસ્પિટલ પહોંચી કુતરાના આતંકનો ભોગ બનેલ બાળક અને તેના પરીવારની મુલાકાત લીધી હતી અને કૂતરા પકડવા માટે નગરપાલિકા તંત્રમાં ટેન્ડર બહાર પાડવા માટે નગરપાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવશેનું જણાવ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!