પરચુરણ માલસામાનની હોલસેલ દુકાનમાં આગ લાગતા માલસામાન બળીને ખાખ
ઉનાળામાં આગ લાગવાની ઘટનાઓમાં નોધપાત્ર વધારો થતો હોય છે અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના માર્કેટયાર્ડમાં પરચુરણ માલસામાનની હોલસેલ દુકાનમાં આગ લાગતા દુકાનની અંદરથી લબકારા મારતી અગન જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા નીકળતા ભારે અફડાતફડી મચી હતી મોડાસા નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાબડતોડ માર્કેટયાર્ડમાં પહોંચી વોટર બ્રાઉઝરથી પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી ફાયર બ્રિગેડની ટીમે માર્કેટયાર્ડની દુકાનમાં લાગેલ આગ અન્ય દુકાનોમાં પ્રસરે તે પહેલા આગ પર કાબૂ મેળવતા અન્ય દુકાનદારોએ હાશકારો અનુભવ્યો હતો પરચુરણ માલસામાનની હોલસેલ દુકાન આગમાં ખાખ થતાં વેપારીએ લાખ્ખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો
મોડાસા શહેરના માર્કેટયાડમાં પરચુરણ માલસામાનની હોલસેલ દુકાનમાં ગુરુવારે સવારે શોર્ટ સર્કિટ કે પછી અગમ્ય કારણોસર આગ લાગતા આગમાં રહેલ વેફર સહિત અન્ય પ્લાસ્ટિક મટિરિયલ્સના માલસામાનને પગલે ઝડપથી દુકાનમાં આગ પ્રસરી હતી દુકાનની બહાર અગન જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા બહાર આવતા આજુબાજુમાં રહેલ દુકાનધારકો દુકાનની બહાર દોડી આવ્યા હતા મોડાસા ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા સ્થળ પર પહોંચી આગ આજુબાજુની દુકાનોમાં પ્રસરે તે પહેલા ફાયર ફાયટરથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો