asd
29 C
Ahmedabad
Monday, October 7, 2024

અરવલ્લી : પોલીસનું મહા ઓપરેશન….!! રાણાસૈયદ નજીક કતલખાને લઈ જવાતા 103 પશુઓને પોલીસે બચાવી લીધા


પોલીસના ગૌવંશ બચાવો મહા અભિયાનમાં VHP અને જીવદયા પ્રેમીઓ જોડાયા,LCB,SOG,મોડાસા ટાઉન અને ગ્રામ્ય તેમજ ટીંટોઈ પોલીસે ગૌવંશ સહિત 103 પશુઓને કતલખાને ધકેલાતા બચાવી લીધા

Advertisement

                                                     ગૌમાતા રક્ષકનો મુખવટો પહેરી ગૌરક્ષાના બણગાં ફૂંકતી ભાજપ સરકારમાં કસાઈઓ બિન્દાસ્ત બન્યા હોવાની બૂમો જીવદયા પ્રેમીઓ પાડી રહ્યા છે ASP સંજય  કેશવાલાની આગેવાની હેઠળ જીલ્લા પોલીસતંત્ર 10થી વધુ વાહનોમાં મોડાસા નજીક રાણાસૈયદ વિસ્તારમાં  ત્રાટકી 103 ગૌવંશ અને પશુઓને કતલખાને ધકેલતા બચાવી લીધા હતા 

Advertisement

            અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના ચાંદ ટેકરી અને રાણાસૈયદ વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા હોવાની વારંવાર બૂમો ઉઠી રહી છે મોડાસાના કતલખાનાઓમાં ગૌવંશની કતલ થતી હોવાની બૂમો વારંવાર ઉઠી રહી છે ત્યારે મોડાસાને અડીને આવેલા રાણાસૈયદ વિસ્તારમાં ઝાડી-ઝાંખરામાં ગેરકાયદેસર મોટી સંખ્યામાં ગૌવંશ અને પશુઓને કતલખાને ધકેલવાની પેરવી કરી રહ્યાની બાતમી મળતા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ ASP સંજય કેશવાલા જીલ્લા એલસીબી,મોડાસા ટાઉન પોલીસ તેમજ એસ.ઓ.જી સહીત પોલીસ જવાનોના મોટા કાફલા સાથે કોમ્બિંગ હાથધરાતા કસાઈઓ પોલીસ જોઈ ફરાર થયી ગયા હતા.પોલીસ ને ઝાડી-ઝાંખરા માંથી મરણતોલ હાલતમાં બાંધેલા 103 ગૌવંશ અને પશુઓને બચાવી લઈ પશુઓ માટે ઘાસચારા અને પાણી ની વ્યવસ્થા કરી ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપી 4 કસાઈઓના નામજોગ અને અન્ય અજાણ્યા ઈસમો સામે ગુન્હો નોંધી મોડાસા ટાઉન પોલીસે કાયદેસરન કાર્યવાહી હાથધરી હતી  

Advertisement

 શુક્રવારે વહેલી સવારે સુમારે ASP સંજય કેશવાલાને   બાતમીદરો મારફતે બાતમી મળી હતી કે મોડાસા નગરપાલિકાના રાણાસૈયદ વિસ્તાર ના ઝાડી-ઝાંખરા માં મોટી સંખ્યામાં ગાય,બળદ,ભેંસ,પાડા,પડીઓ,જેવા પશુઓ સંતાડી ગોંધી રાખી ગેરકાયદેસર રીતે કતલખાને ધકેલવાની ફિરાકમાં હોવાની બાતમી મળતા મોડાસા ટાઉન પોલીસ, એલસીબી પોલીસ તાબડતોડ મોટા પોલીસ કાફલા સાથે બાતમી વાળા સ્થળે પહોંચી ખુલ્લી જગ્યા તેમજ ઝાડી-ઝાંખળા વિસ્તારમાં ઓપેરશન હાથધરાતા પોલીસ નો મોટો કાફલો જોઈ કસાઈઓ પશુઓ ઘટનાસ્થળે રાખી ફરાર થયી ગયા હતા પોલીસે  પશુઓ કતલખાને પહોંચે તે પહેલા બચાવી લઈ ઇડર પાંજરાપોળ ખાતે મોકલી આપવા તજવીજ હાથધરી હતી હાલ તો પોલીસે લાખ્ખો રૂપિયાનો નો મુદ્દામાલ જપ્ત કરી 1)ગુલામહુસેન ઉર્ફે બિલ્લો પીરૂ મુલતાની, 2) અશરફ બિલાલ મુલતાની,3)હનીફ હીરા મુલતાની,4)આશિફ અને અન્ય અજાણ્યા ઈસમો વિરુદ્ધ ઘી પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમ-૧૯૬૦ ની કલમ મુજબ ફરિયાદ નોંધી ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા 

Advertisement

 INBOX:-મોડાસા શહેરમાં ગેરકાયદેસર કતલખાનાં ધમધમી રહ્યા છે 

Advertisement

  અત્રે ઉલ્લેખનીય છે કે મોડાસા નજીક આવેલા બે રહેણાંક વિસ્તારો માં કેટલાક શખ્શો દ્વારા ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે કતલખાના ધમધમી રહ્યા હોવા છતાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા કોઈજ કાર્યવાહી કરવામાં આવતી નથી અને વર્ષેદહાડે એકાદ બે વખત આરીતે બાતમીના આધારેજ કાર્યવાહી કરવામાં આવતી હોવાનું લોકો જણાવી રહ્યા છે.અમુક જૂજ લુખ્ખાતત્વો દ્વારા ગેરકાયદેસર કતલખાના ચલાવતા આ બંને વિસ્તાર ના તમામ લોકો આવા અસામાજિક તત્વો સામે પોલીસ શખ્ત કાર્યવાહી કરે તેવી પ્રબળ માંગ ઉઠી છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!