અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં સહયોગ બાયપાસ ચોકડી નજીક આવેલ શિવવિલા સોસાયટીમાં રાત્રિના સુમારે વીજડીપીમાં અગમ્ય કારણોસર ધડકાભેર બ્લાસ્ટ થઈ વીજ ડીપીમાં આગ લાગતા સોસાયટીના રહીશો ફફડી ઉઠ્યા હતા વિજડીપીમાં આગ લાગતા વીજળી ડૂલ થતાં સોસાયટીમાં અંધારપટ છવાયો હતો વીજતંત્રને જાણ કરતા વીજ કર્મીઓ સ્થળ પર દોડી આવી સમારકામ હાથધરી વીજ પુરવઠો પૂર્વરત કર્યો હતો
મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ શિવવિલા સોસાયટીમાં ગુરુવારે રાત્રીના સુમારે વીજડીપીમાં અગમ્ય કારણોસર આગ લાગવાની સાથે ધડખાભેર બ્લાસ્ટ થવાની સાથે આગના તણખલા ઝરતા વીજળી ડૂલ થઈ હતી સોસાયટી પરિસરમાં વીજડીપીમાં ધડકો થતાં રહીશો ફફડી ઉઠ્યા હતા વીજડીપીમાં આગ લાગતા વીજ પુરવઠો ખોરવાતા અસહ્ય બફારા અને ઉકળાટથી સોસાયટીના રહેશો તોબા પોકારી ઉઠ્યા હતા