શ્રી ગોપાળાનંદ સ્વામીની પવિત્ર પાવન જન્મ ભૂમિ એટલે ભિલોડા તાલુકાનું ટોરડા ધામમાં શિક્ષણ, સેવા, સંસ્કાર, શિસ્ત અને સમર્પણની ભાવના સાથે વર્ષોથી કાર્યરત શ્રી નવજીવન વિદ્યાલય, વડીલો, યુવાન મિત્રો, ટોરડા હાઈસ્કુલના પૂર્વ વિદ્યાર્થીઓની વર્ષો જૂની અદમ્ય ઈચ્છા હતી કે, ટોરડા ગામમાં જ સારૂ, સંસ્કારી અને સફળતા ભર્યું ઉચ્ચ શિક્ષણ મળી રહે તે હેતુસર ટોરડા ગામ અને આજુ-બાજુના ગામોની શિક્ષણ પ્રેમી જનતાના અમુલ્ય સાથ અને સહકારની અપેક્ષાથી ચાલુ વર્ષે જુન – 2024-25 થી ધોરણ -11 સામાન્ય પ્રવાહની સરકાર તરફથી ગ્રાન્ટેડની વર્ગની મંજૂરી મળતા સૌ-કોઈ શિક્ષણ પ્રેમી જનતામાં આનંદ છવાયો હતો.ખુશીમાં શ્રી સ્વામિનારાયણ મંદિર, ટોરડાના મહંત સ્વામી શ્રી કૃષ્ણપ્રસાદદાસજી તરફથી ભગવાનને ચડાવેલ પ્રસાદ આપી શ્રી ગોપાળાનંદ સ્વામી હાઈસ્કુલમાં આવી તમામ બાલદેવોનું મોં મીઠુ કરાવ્યું હતું.આચાર્ય પિનાકીન એન.પટેલે સ્વામીજીનો આભાર માની શ્રી ગોપાળાનંદ સ્વામીનું જીવન દર્શન કરાવ્યું હતું.