પંચમહાલ જીલ્લાના છેવાડે આવેલા જાંબુઘોડા તાલુકાના ખાંડીવાવ ગામે પશુપાલકના 11 જેટલા બકરામાંથી 5 કોઈ ઝેરી ખોરાક ખાઈ જવાથી મોતને ભેટ્યા હતા. અન્ય બકરાઓની તબીયત લથડી જતા તાત્કાલિત પશુઓમાટે ફરતા દવાખાનાની ટીમ દ્વારા સારવાર આપવામા આવતા 7 બકરાનો જીવ બચી જવા પામ્યો હતો. ટીમ દ્વારા સમયસર સારવાર આપી દેતા નવુ જીવતદાન મળ્યુ હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર પંચમહાલ જીલ્લા નાં જાંબુઘોડા તાલુકાનાં ખાંડીવાવ ગામમાં ૧૧ બકરા નું ઝેરી ખોરાક ખાઈ જવાથી ૫ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા.આથી બકરાના માલિક અંકુબ ખોજાભાઈ તે સમયે સમય સૂચકતા વાપરીને તાત્કાલિક 1962 નંબર ઉપર જાણ કરી હતી.આથી દશ ગામ દીઠ ફરતા દવાખાનાં ખાડીવાવ ની ટીમ પાઇલોટ કનુભાઈ ચારણ ડૉક્ટર હિતેશ કટારા ને કોલ મળતા તુરંત જ ઘટના સ્થળ પર પહોંચી ગયા હતાં અને તુરંત બકરાંઓ ને જરૂરિયાત પ્રમાણે સારવાર પુરી પાડી હતી અને મોત નાં મુખમાંથી બચાવી લીધા હતા સમયસર સારવાર મળી જતા ૭બકરાં નો જીવ બચ્યો હતો અને પશુપાલકે 1962ની ટીમનો આભાર માન્યો હતો. આમ EMRI ગ્રીન હેલ્થ સર્વિસ ની 1962 ની સેવા સાચા અર્થ માં એક પશુપાલક માટે વરદાન રૂપ નિવડી હતી.