હાલોલ
મુસ્લિમોના પવિત્ર તહેવાર બકરી ઈદના પર્વની ઉજવણી આજે આનંદ અને ઉત્સાહના વાતાવરણમાં કરવામાં આવી હતી હાલોલ નગરના પાવાગઢ રોડ પર કબ્રસ્તાન ખાતે આવેલા ઇદગાહ તેમજ મોહમંદી સ્ટ્રીટ ખાતે આવેલ નૂરાની મસ્જિદ ખાતે ઈદની વિશેષ નમાજ અદા કરવામા આવી હતી જ્યારે ઇદગાહ ખાતે હાલોલ જુમ્મા મસ્જિદ ના ઇમામ સૈયદ ઈલ્યાસ બાપુ દ્વારા નમાઝ અદા કરાઈ હતી. નૂરાની મસ્જિદ ખાતે મસ્જીદના ઇમામ મૌલાના વસીમ મામજી દ્વારા ઇદની નમાઝ અદા કરાઈ હતી.જ્યારે નગરની કુબા મસ્જિદ,મદની મસ્જિદ, મોહંમંદી મસ્જિદ ખાતે પણ ઇદની નમાઝ અદા કરાઈ હતી.
બકરી ઈદ ને લઇ મુસ્લિમ બિરાદરો નવા વસ્ત્રોમાં પરિધાન થઈ જોવા મળ્યા હતા જ્યારે નાના બાળકો પણ અવનવા પોશાકોમાં જોવા મળ્યા હતા આ પ્રસંગે મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે મળી શુભેચ્છાઓ પણ પાઠવી હતી જ્યારે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.





