હિન્દૂ સમાજ માં કોઈ પણ જ્ઞાતિ હોય માતા પિતા નું અવસાન થયા બાદ અંતિમ ક્રિયા દીકરાઓ કરતા હોય છે પણ જેને દીકરા ના હોય તો ? આવા સમયે દીકરીઓ પણ હિંમત પૂર્વક દીકરા બની ને પિતૃઋણ અદા કરતી હોય છે ત્યારે આવો જ એક કિસ્સો અરવલ્લી ના માલપુર માં વધુ એક વખત જોવા મળ્યો
માલપુર નગર માં રહેતા અને નિવૃત્ત વિજકર્મી અને બ્રહ્મ સમાજ ના ઉપ પ્રમુખ ઘનશ્યામ ઉપાધ્યાય ના ધર્મપત્ની ભારતી બેન નું અવસાન થયું હતું ઘનશ્યામ ભાઈ ને ફક્ત બે દીકરીઓ જ છે ત્યારે માતા નું અવસાન થયા બાદ હવે માતા ને મુખગ્નિ કોણ આપે એક સવાલ હતો ત્યારે બંને દીકરીઓ દેવાંગી અને જિનલ હિંમતપૂર્વક આગળ આવી અને માતા ને મુખઅગ્નિ આપવા તૈયાર થઈ ,સ્મશાન માં માતા ની અંતિમ યાત્રા માં પણ જોડાઈ સમાજ ના રિતી રિવાજ મુજબ માતા ને ગંગાજલ થી સ્નાન અને માતા ના શરીરે ઘી લગાવી ને માતા ને શૈયા પર સુવડાવી ને માતા ને મુખઅગ્નિ આપ્યો હતો બંને દીકરીઓ દીકરા બની ને માતૃઋણ અદા કર્યું હતું ,દીકરીઓ ના સમાજ માં ઉત્તમ અને પ્રેરણાદાયી કાર્ય થી ઉપસ્થિત સૌકોઈ ની આંખો ભીંજાઈ હતી