test
32 C
Ahmedabad
Sunday, July 14, 2024

અરવલ્લી : મોડાસામાં બુલેટનો પીછો કરી ગાયનો મહિલા પર વિચિત્ર હુમલો કરી રગદોળી નાખી,લોકોએ માંડ માંડ મહિલાને બચાવી


ભુરાંટી બનેલી ગાયે મહિલાને જમીન પર પટકી હુમલો કરતા મહિલા સાથે રહેલ યુવાન અન્ય લોકોએ મહિલાને માંડ માંડ બચાવ્યો      

અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં રખડતા પશુના આતંકનો અનેક લોકો ભોગ બની ચૂક્યા છે રોડ પર રખડતી ગાયના હુમલાને પગલે કેટલાક લોકોએ જીવ ગુમાવવો પડ્યો છે ત્યારે મોડાસા શહેરના માલપુર રોડ પર આવેલ સહયોગ ચોકડી નજીક ગાયોના ટોળામાંથી એક  ભુરાંટી બનેલ ગાયે રોડ પરથી પસાર થતાં બુલેટ ચાલકનો પીછો કરી મહિલા પર હુમલો કરી જમીન પર પટકી દઈ ઢીંકે ચઢવાતા બુલેટ ચાલક યુવાન સહિત લોકો લાકડીઓ લઇ દોડી પહોંચી માંડ માંડ મહિલાને ગાયની ચૂંગાલમાંથી છોડાવી હતી આ સમગ્ર ઘટનાનો રૂવાંડા ઉભા કરી દેતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો 

Advertisement

Advertisement

                                                   મોડાસા શહેરના માર્ગો ગોકુળિયું નગરમાં પરિવર્તિત થયા હોય તેમ ઠેર ઠેર ગાયોના ધણ રોડ પર ટોળા વળી રખડતા અને બેસી રહેલા જોવા મળી રહ્યા છે મંગળવારે સવારે મોડાસા સહયોગ બાયપાસ ચોકડી સર્કલ પર અડિંગો જમાવતા ગાયોના ટોળામાંથી એક ગાય ભૂરાંટી બની રોડ પરથી પસાર થતા બુલેટ પાછળ પડતાં બુલેટ ચાલક ગાયથી બચવા નજીકના પેટ્રોલપંપ બાજુ દોડાવતા ગાયે પીછો કરતા બુલેટ ચાલક ગભરાઇ બુલેટ ઉભી રાખતા મહિલા નીચે ઉતરી બચવા જતા મહિલાને દોડાવી જમીન પર પટકી દઈ હુમલો કરતા મહિલાના બચાવના પ્રયત્નો દરમિયાન બુલેટ ચાલક અને નજીકમાં ઉભેલ મહિલા બચાવવા દોડ્યા હતા જોકે ગાયે મહિલાને ન છોડતા પેટ્રોલ કર્મી યુવક દંડો લઈને દોડી જઈ દંડાના પ્રહાર કરી મહિલાને મોતના મુખમાંથી બચાવી લીધી હતી મોતને સાક્ષાત સામે જોઈ મહિલાના હોશકોશ ઉડી ગયા હતા મહિલાના માથે ગંભીર ઈજાઓ પહોચતાં સારવાર અર્થે દવાખાને ખસેડી હતી
મહિલા પર ગાયના જીવલેણ હુમલાનો વીડિયો જોઈ મોડાસા નગર પાલિકાના સત્તાધીશો જાગશે ખરા..??? 

Advertisement

મોડાસા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસએ કોઈપણ નાગરિક માટે નવી બાબત નથી. શહેરનો કોઈપણ વિસ્તાર એવો નહીં હોય કે, જ્યાં રખડતા ઢોરનો ત્રાસ નહીં હોય. આ ત્રાસ સામે મોડાસા નગરપાલિકાના  સત્તાધીશો અને અધિકારીઓ આંખ આડા કાન કરતા આવ્યા છે જાણે કોઇ અન્નિછાનીય ઘટનાની રાહ જોઈ રહ્યા તો નથી ને..!! શહેરીજનોમાં એક જ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે રખડતા ઢોરના ત્રાસમાંથી શહેર મુક્ત ક્યારે થશે..?? નગરપાલિકા તંત્ર રખડતા પશુઓને રાખવા માટે સગવડ ન હોવાનું બહાનું આગળ ધરી જવાબદારી માંથી છટકી રહી હોય તેવું પ્રજાજનો અહેસાસ અનુભવી રહ્યા છે 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!