test
32 C
Ahmedabad
Sunday, July 14, 2024

અરવલ્લી: મહીસાગરના કોન્ટ્રાક્ટરે અધિકારીઓના ત્રાસથી કરેલ આત્મહત્યાના પડઘા પડ્યા,કોન્ટ્રાકરોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યા


જય અમીન & અંકિત ચૌહાણ 

Advertisement

                                                                           મહીસાગરના થાંભા ગામના અને સરકારી કોન્ટ્રાક્ટર તરીકે જીવન નિર્વાહ ચલાવતા કનુભાઇ પટેલે તેમણે કરેલા બે કરોડના કામકાજના બિલ કઢાવવા માટે અધિકારીઓ ઉંચી ટકાવારી માંગની કરતા હોવાના  આક્ષેપ સાથે કોન્ટ્રાક્ટર આર્થિક ભીડના પગલે થોડા દિવસ અગાઉ કપડવંજ તાલુકાના ઘડિયા ગામ નજીક ઝાડ પર ગળેફાંસો ખાઈ લેતા   ભારે ચકચાર મચી હતી ગુજરાત કોન્ટ્રાક્ટ એસોસિએશનના સભ્ય કનુભાઇએ અધિકારીઓના ત્રાસથી આત્મહત્યા કરી લેતા તેના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા કોન્ટ્રાક્ટ એસોસિએશને જીલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકને આવેદનપત્ર આપી જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા અને બિલના નાણાની રકમ કોન્ટ્રાક્ટરના પરિવારને ઝડપથી ચૂકવવા માંગ કરી હતી.                                                                              

Advertisement

 

Advertisement

સાબરકાંઠા-અરવલ્લી જીલ્લા કોન્ટ્રાક્ટર એસોસિએશને અરવલ્લી  જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટર કનુભાઈ પટેલે સરકારી કામકાજના બિલ અધિકારીઓએ નહીં ચુકવાતા આર્થિક સંકડામણ અનુભવતા આત્મહત્યા કરવા મજબૂર બન્યા હતા મૃતક                                                       કનુભાઈ પટેલએ કરેલા કામના બિલ માટે છેલ્લી કક્ષાના પ્રયત્નો કરેલા હતા. આત્મહત્યાના બે-ત્રણ દિવસ પહેલા પણ તેઓએ જે તે અધિકારીને કીધું હતું કે મારું બીલ કરાવો નહિતર મારે નાણાના ભીડના લીધે સુસાઇડ કરવો પડશે તેમ છતાં અધિકારીએ તેમની વાતને ગંભીરતાથી ના લીધી અને એવું જણવા મળ્યુ છે કે જે તે અધિકારી બીલ કાઢવા માટે ઉચ્ચ ટકાવારીની માંગણી કરતા હતા અને કામ ચાલુ હોવા છતા ખોટી નોટીસ આપીને માનસિક ત્રાસ આપતા હતા અને અમાનવીય વર્તન કરતા હતા તો આવા નિષ્ઠુર અને લોભી અધિકારીને શિક્ષાત્મક પગલાં લઈને આકરામાં આકરી સજા કરવામાં આવેની માંગ કરી સરકારમાં રજૂઆત કરવામાં આવે તેમજ તેમના બાકી બીલના નાણા કોન્ટ્રાક્ટર પરિવારને ઝડપથી ચૂકવવામાં આવેની માંગ કરી હતી 

Advertisement

સરકારી કોન્ટ્રાક્ટરોએ તેમની માંગ સરકાર સુધી પહોંચે તે માટે જિલ્લા કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું 

Advertisement

1) ટેન્ડરની શરતો મુજબ દર મહિને કરેલા કામનું ચુકવણું કરવાનું હોય છે તેમ છતાં પણ આ ચુકવણી દર મહિને થતું હોતું નથી જે થવી જોઇએ જેથી કોન્ટ્રાકટરને આર્થિક ભીડ ઉભી ન થાય.

Advertisement

2)પેટા કોન્ટ્રાકટર કાયદામાં સુધારો કરીને પેટા કોન્ટ્રાકટરને ડાયરેક્ટ બીલની રકમ મળે તેવો સુધારો કરવો.

Advertisement

૩) જિલ્લા પંચાયતમાં નવી ચાલુ કરેલ પ્રેસા એપને બંધ કરીને ઓનલાઇન બિલ નું ચુકવણું થાય તેવુ સૂચન કરવું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!