ગુજરાત રાજ્યમાં ફરજ બજાવતા અધિકારીઓ અને પોલીસકર્મીઓ માટે જીલ્લાફેર બદલી રેન્જ આઈજી દ્વારા કરવામાં આવતી હતી જોકે થોડા દીવસ પહેલા બદલી આંતર જીલ્લા બદલીની સત્તા રાજ્યના પોલીસવડાને સુપ્રત કરવામાં આવી છે ડીજીપી વિકાસ સહાય દ્વારા પોલીસમાં ભરતી થતાં અપરણીત પોલીસકર્મીઓ માટે લગ્ન માટે લોન આપવાનો નિર્ણય લીધો છે
પ્રાપ્ત માહિતી અનુસાર,ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓને તેમના સંતાનોના લગ્ન માટે લોન આપવામાં આવતી હતી જોકે હવે રાજ્ય પોલીસવડા વિકાસ સહાયે પોલીસમાં નવા જોડાતા અપરણીત પોલીસકર્મીઓને લગ્ન માટે લોન મળશેની જાહેરાત કરી હતી જેમાં પોલીસ વેલ્ફેર ફંડમાંથી રૂ.1.50 લાખની લોન આપવામાં આવશે જોકે હાલ અસહ્ય મોંઘવારીના જમાનામાં લોનની રકમ ખુબ ઓછી હોવાનું પોલીસકર્મીઓમાં ચર્ચા ચાલી રહી છે પોલીસ વિભાગમાં નવા જોડાતા અપરણીત પોલીસકર્મીઓમાં લગ્ન માટે લોનની જાહેરાતથી મલકાઈ રહ્યા છે