28 C
Ahmedabad
Monday, March 24, 2025

પંચમહાલ : NEET પરીક્ષા ફરી લેવાની માંગ સાથે આમ આદમી પાર્ટીનુ જીલ્લા તંત્રને લેખિત આવેદન


ગોધરા
પંચમહાલ જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા તબીબી અભ્યાસ ક્ષેત્ર માટે મહત્વની ગણાતી નીટની પરિક્ષા ફરી યોજવા તેમજ પરિક્ષાના ગોટાળાના દોષિતોને પગલા લેવા બાબતે લેખિત રજુઆત જીલ્લા વહીવટીતંત્રને કરવામા આવી હતી.

Advertisement

આવેદનપત્રમા જણાવામા આવ્યુ હતુ કે ભારતમા મોટા ભાગની પ્રજા ગરીબ અને મધ્યમ વર્ગમાંથી આવે છે. મધ્યમ અને ગરીબ વર્ગની પ્રગતિ માટે શિક્ષણથી મોટુ કોઈ સાધન હોતુ નથી.દેશમા સરકારી કોલેજોની જરુરીયાત પ્રમાણમા ઓછી છે,ખાનગી કોલેજોની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે. સરકારી કોલેજોની સંખ્યા વધતી નથી. ખાનગી કોલેજોની લેવાતી કરોડોની ફીથી નેતાઓ અને સંચાલકોના ઘર ચાલે છે.

Advertisement

પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવી છે આ અતિ ગંભીર બાબત- દિનેશભાઈ બારિયા આપ પ્રમુખ પંચમહાલ
પ્રમુખ દિનેશ બારીઆએ જણાવ્યું છે કે, સમગ્ર દેશના તેજસ્વી અને મહેનતું વિદ્યાર્થીઓની મહત્વકાંક્ષી એવી ડૉક્ટર બનવાની પ્રવેશ પરીક્ષા NEET એ રાષ્ટ્રીય લેવલની છે અને ખુબ મહત્વની છે આવી પરીક્ષામાં પણ ગેરરીતિઓ સામે આવી છે આ અતિ ગંભીર છે. ગોધરામાં વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઈને પરીક્ષા પાસ કરી આપવાનું કોભાંડ સામે આવ્યું, બિહારમાં NEET નું પેપર લીક થયાની FIR થઇ જેમાં અનેક વિદ્યાર્થીઓ ને અગાઉથી જ પ્રશ્નપત્ર મળી ગયું હોવાની રજૂઆત છે, ગુજરાતમાં મહારાષ્ટ્ર, ઓરિસ્સા,, બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાંથી પણ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા તથા પરીણામ માં જોઇએ તો ૬૭ વિદ્યાર્થીઓને ૭૨૦ માં થી ૭૨૦ માર્કસ છે આમાંથી ઘણા વિદ્યાર્થીઓ એક જ પરીક્ષા કેન્દ્રના હોવાનું સામે આવ્યું આવી ઘટનાઓ પરીક્ષાની પારદર્શિતા ઉપર સવાલ ઉભા કરે છે અને ભરપુર ગેરરીતિઓ થઈ હોવાનું દેખાય છે ત્યારે સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ પર અને ઘટનાઓની તપાસ સરકાર દ્વારા તટસ્થ રીતે કરવામાં આવે તે માટે લોકોનો અવાજ છે સરકાર દ્વારા તપાસ કરવા SIT ની રચના કરવામાં આવી છે પરંતુ આ તપાસ એજન્સી સરકારના પક્ષે રહીને Settlement Investigation Team તરીકે કામ કરતી હોય તેવું જણાય છે. કારણ કે મોટા અને મુખ્ય કૌભાંડીઓ બચી જવાની શકયતા રહે છે તેથી CBI તપાસ થવી જોઈએ તેવું દિનેશ બારીઆએ આક્ષેપો સાથે કહ્યું હતું અને પરીક્ષા જ રદ કરીને નવેસરથી લેવા માટે માગણી સરકાર સમક્ષ કરી છે.આવેદન આપવા જિલ્લા પ્રમુખ સાથે જિલ્લા મહામંત્રી આશિફ બક્કર, જિલ્લા યુવા પ્રમુખ આશિષ કામદાર, જિલ્લા લઘુમતી પ્રમુખ અમીન ગુર્જરી, ગોધરા શહેર કાર્યકારી પ્રમુખ લિયાકત પઠાણ, જિલ્લા મહિલા સમિતિના સભ્ય નિતાબેન બારીઆ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!