અરવલ્લી જિલ્લાના મોડાસા નગરના માલપુર રોડ વિસ્તારમાં રાત્રીના 9 વાગ્યા થી મધ્ય રાત્રીના સમયમાં બાઈક અને બુલેટ ચાલકો માટે રોડ એ રેસ ટ્રેક બની જતો હોય તેમ પુરપાટ ઝડપે બાઈક ચલાવતા હોય છે. બે દિવસ પહેલા એક બુલટ ચાલક સાંઈ મંદિર થી મોડાસા ચાર રસ્તા સુધી પસાર થતો હતો, તે સમયે સાયલેન્સરમાંથી ફટાકડા ફૂટતા હોય, તેવા અવાજ સાથે પસાર થતો હતો. Mera Gujarat પર આ અહેવાલ પ્રસદ્ધ થતાં પોલિસની કામગીરી પર સવાલ ઉઠતા, પોલિસે તાબડતોબ કાર્યવાહી કરીને, બુલેટ ચાલકને પકડી પાડ્યો હતો.
જુઓ, મેરા ગુજરાતમાં અહેવાલ પ્રસિદ્ધ થયા પછી પોલિસની કાર્યવાહી – https://meragujarat.in/news/30443/
મોડાસા ટાઉન પોલિસે બે થી ત્રણ દિવસ પહેલા સોશિયલ મીડિયા પર વીડિયો વાઈરલ થયા પછી, મીડિયા અહેવાલને ગંભીરતાથી લેતા, તપાસ શરૂ કરૂ હતી. પોલિસે તપાસ કરતા ડી સ્ટાફની ટીમ દ્વારા નેત્રમ શાખાની મદદ લઈને બુલેટ ચાલકની શોધખોળ કરવાની કામગીરી કરી હતી. પોલિસ તપાસમાં બુલેટ નંબર GJ05PC7164 સીસીટીવી કેમેરામાં જોવા મળી હતી. પોલિસે વધુ તપાસ કરતા બુલેટ ચાલક વિજયભાઈ કાલીદાસ ઠાકોર સર્વોદયનગર, ડુંગરી વિસ્તારમાં રહેતો હોવાની જાણકારી મળતા, પોલિસે ચાલકને પકડી પાડી, કાયદેસરની કાર્યવાહી કરી છે.
એક બુલેટચાલક પકડી ખાનાપૂર્તિ ન થાય તે જરૂરી
મોડાસા નગરના માલપુર રોડ, ચાર રસ્તા, મેઘરજ રોડ સહિતના વિવિધ વિસ્તારોમાં રાત પડે કે તરત જ સ્ટટબાજ પુરપાટ ઝડપે બાઈક હંકારતા હોય છે. એટલું જ નહીં અન્ય રાહદારીઓ તેમજ રાત્રે વોકિંગ માટે નિકળેલા નગરજનો માટે આવા બાઈક ચાલકો હજુ પણ જોવા મળે છે. પોલિસ દ્વારા રાત્રીના સમયે સિવિલ યુનિફોર્મમાં તપાસ કરવી જોઈએ અને આવા બાઈક ચાલકો સામે કાર્યવાહી કરવી જોઈએ. જો આવી કાર્યવાહી થાય તો કહી શકાય કે પોલિસે ખાનાપૂર્તિ કાર્યવાહી નથી કરી. બાકી તો મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થશે ને પોલિસ નામપૂર્તિ કાર્યવાહી કરી દેશે, તે થશે અને થયું જ છે.
જુઓ વાઈરલ થયેલ વીડિયો –