શહેરા
પંચમહાલ જીલ્લામાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી. શાળા કોલેજો ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી.શહેરા તાલુકાના લાભી ગામે આવેલી મુખ્ય પ્રાથમિક શાળા ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી.જેમા શાળા પટાંગણમા વિદ્યાર્થીઓને શિક્ષકો દ્વારા યોગ કરવામા આવ્યા હતા.શિક્ષકોએ વિદ્યાર્થીઓને જીવનમા યોગનુ મહત્વ સમજાવ્યુ હતુ.
પંચમહાલ જીલ્લામા આવેલી સરકારી કોલેજો તેમજ પ્રાથમિક શાળાઓ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી. 21મી જુનનો દિવસ સમગ્ર વિશ્વમા યોગ દિવસ તરીકે ઉજવામા આવે છે. પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા આવેલી વિવિધ પ્રાથમિક શાળાઓમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી. વિદ્યાર્થીઓએ શાળાના પંટાગણમા વિવિધ યોગના આસનો કર્યો હતા. શિક્ષકો દ્વારા આ યોગ આસનોથી થતા શારીરીક લાભો ની માહિતી આપી હતી. વિદ્યાર્થીઓ પણ ઉત્સાહભેર યોગ કાર્યક્રમમા જોડાયા હતા.શહેરા તાલુકાની અન્ય સરકારી પ્રાથમિક શાળાઓમા પણ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી.