38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines EXCLUSIVE : Facebook પર શેરબજારમાં રોકાણ માટે ટીપ્સ લેવા જતા બાયડના શિક્ષકે...

EXCLUSIVE : Facebook પર શેરબજારમાં રોકાણ માટે ટીપ્સ લેવા જતા બાયડના શિક્ષકે 8.43 લાખ ખોયા

0
200

સાયબર ક્રાઇમમાં ફરિયાદ શેરબજારમાં રોકાણ કરો અને લાખ્ખો કરોડો રૂપિયા કમાવોની અનેક જાહેરાત ફેસબુક સહિત સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર સતત જોવા મળી રહી છે શેરબજારમાં ટિપ્સના નામે સોશ્યલ મીડિયામાં સાયબર ફ્રોડ થકી લાલચુ લોકોને લૂંટનારી અનેક ગેંગ દેશ-વિદેશમાં સક્રિય છે ધીરેધીરે ગુજરાતમાં સાયબર ફ્રોડની ઘટનાઓ વધી રહી છે દરરોજ 200 જેટલા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બની રહ્યા છે

 

અરવલ્લી જીલ્લાના બાયડ શહેરમાં રહેતા પ્રાથમિક શિક્ષક ફેસબુક પર શેરબજારની બ્લોક ટ્રેડિંગની ટીપ્સ જોતા લિંક જોવા મળતા લિંક પર ટચ કરતા વોટ્સએપ ગ્રુપમાં એડ થયા પછી સાયબર ગઠિયાઓએ VIP એક્સક્લૂઝિવ નામની એપ્લિકેશન ડાઉનલોનડ કરાવી વિશ્વાસ કેળવી 50 હજાર ફી પેટે લીધા પછી શેર એલોટમેન્ટ અને એકાઉન્ટ બંધ કરવાની ધમકી આપી 8.43 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધાં બાદ પ્રાથમિક શિક્ષકને સાયબર ગઠિયાઓની જાળમાં આબાદ ફસાયા હોવાની જાણ થતાં સાયબર ક્રાઇમની મદદ લઇ બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો

બાયડ શહેરની વ્રજ ગાર્ડન સોસાયટીમાં રહેતા અને ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા ઘનશ્યામભાઈ દેવેન્દ્રભાઈ પટેલે બે મહિના અગાઉ ફેસબુક પર શેરબજારની બ્લોક ટ્રેડિંગની ટીપ્સ જોતા લિંક પર ક્લિક કરતા તેમનો મોબાઈલ નંબર Whelth Sumit-B24 માં એડ થઈ ગયા હતા ત્યાર પછી વિશ્વાસ કેળવી ટેલિગ્રામના ગ્રુપમાં એડ કર્યા હતા ટેલિગ્રામના ગ્રુપમાં એક લિન્ક મોકલી VIP એક્સક્લૂઝિવ એપ્લિકેશન ડાઉન લોડ કરાવી 50 હજાર રૂપિયા ફી પેટે ચૂકવી તે પૈસાથી એપ્લિકેશન મારફતે શેરનું લેવચ કરતા હતા જેમાં ઓનલાઈન બેલેન્સ વધતા શિક્ષક લાલચમાં આવી ગયાની સાયબર ગઠિયાઓને જાણ થતાં શેર એલોટમેન્ટના નામે ફ્રોડ શરૂ કર્યું હતું

ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપ એડમિન લીલા નંદી નામધારીએ શિક્ષકને શેર એલોટમેન્ટના નામે ઓનલાઈન 1.93 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી ત્યાર બાદ વધુ એક વાર ઓવર શેર એલોટમેન્ટના નામે 6.99 લાખ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી એપ્લિકેશ બંધ કરી દેવાની ધમકી આપી હતી શિક્ષકના એપ્લિકેશન એકાઉન્ટમાંથી પૈસા પરત મેળવવા પ્રોસેસ કરતા રૂપિયા તેમના બેંક એકાઉન્ટમાં જમા નહીં થતાં આખરે શિક્ષક સાયબર ગઠિયાઓની જાળમાં ફસાઈ રૂ.8.43 લાખ ગુમાવવાનો વારો આવતા સાયબર ક્રાઇમમાં ઓનલાઇન અરજી કરતા સાયબર ક્રાઇમની મદદથી અજાણ્યા મોબાઇલ ધારક અને ખાતા ધારક સામે બાયડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!