જે કંઈ તમને આંખોમાં જોવા મળે અને એ બધું તમારી આંખો સમક્ષ નિહાળી શકો….એ તમારું ઘર જેવા સ્લોગન સાથેના બ્રાઉઝર છપાવી ગ્રાહકોને વેચેલ ફ્લેટમાં પીવાના પાણી માટે ફાંફા મારતા ફ્લેટ ધારકો , ફ્લેટ ધારકોએ રેરામાં ફરિયાદ કરવા તજવીજ હાથધરી,બાયડ ચીફ ઓફિસરને આવેદન પત્ર આપ્યું
અરવલ્લી જીલ્લાના બાયડ શહેરમાં નંદનવન આધુનિક ફ્લેટની બિલ્ડર્સ દ્વારા સ્કીમ મૂક્યા પછી ગ્રાહકોને લલચાવવા લોભામણી જાહેરાત અને બ્રાઉઝર છપાવી ફ્લેટનું વેચાણ કરી દીધા પછી ફ્લેટ નિર્માણ કરનાર બિલ્ડર્સ પ્રાથમિક સુવિધાઓ પણ આપવામાં નિષ્ફળ રહેતા ફ્લેટના રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે બિલ્ડર્સ દ્વારા ઠગવામાં આવ્યા હોવાનો અહેસાસ ફ્લેટ ધારકોને થતાં આખરે બિલ્ડર્સ સામે રણસીંગું ફૂંક્યું હતું અને અન્ય ગ્રાહકો આ બિલ્ડર્સ લોબીની લાલચમાં સપડાય નહીં તે માટે બિલ્ડર્સનો હુરિયો બોલાવી બાયડ નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર આપ્યું હતું ફ્લેટમાં ત્રણ-ચાર વિકલાંગ ગ્રાહકો બિલ્ડર્સ દ્વારા લિફ્ટ નહીં નખાતાં ચઢવા-ઉતારવામાં ભારે હાલકી અનુભવી રહ્યા છે
બાયડ શહેરમાં ચૂનીપ્રસાદ લક્ષ્મીશંકર જોષી,મનુભાઈ શિવુભાઈ પટેલ , ડાહ્યાભાઈ માવાભાઈ પટેલ,મનહરસિંહ મોહનસિંહ પરમાર,ભરતભાઈ સોલંકી અને જીતુભાઈ સોલંકી સહિતના બિલ્ડર્સ દ્વારા નંદનવન અત્યાધુનિક ફ્લેટની સ્કીમ મૂકી બ્રાઉઝર છપાવી મસમોટી જાહેરાતો કરી ગ્રાહકોને ફ્લેટ વેચાણ કર્યા હતા ફ્લેટ ધારકો તેમની મહામૂલી બચત અને લોન લઇ સ્વપ્ન સમાન ફ્લેટ ખરીદી કર્યા હતા ફ્લેટ ધારકો ફ્લેટમાં રહેવા આવી ગયા બાદ બિલ્ડર્સ દ્વારા તેમની સાથે છેતરપિંડી કરી હોય તેમ ફ્લેટમાં પીવાના પાણીની સુવિધા,પાર્કિંગ,લિફ્ટ બાથરૂમ અને શૈચાલય માટે યોગ્ય ગટર વ્યવસ્થા લાઇટ ફીટિંગ સહિત અનેક સુવિધાઓ પુરી પાડવામાં નિષ્ફળ રહેતા અને ફ્લેટ ધારકો બિલ્ડર્સને રજૂઆત કરે તો એક બીજાને ખો આપી રહ્યા હોવાના આક્ષેપ સાથે ફ્લેટ ધારકોએ ફ્લેટ નીચે એકઠા થઈ બિલ્ડર્સનો હુરિયો બોલાવ્યો હતો બે બિલ્ડર્સ જનુની સ્વભાવના હોવાથી ફ્લેટ ધારકોને ધમકી આપતા રહે છે તેમજ પાર્કિંગની જગ્યામાં ગેરકાયદેસર બે મકાન તાણી બાંધ્યા હોવાનો આક્ષેપ રહીશોએ કર્યો હતો ગટર વ્યવસ્થા યોગ્ય ન હોવાથી ફ્લેટનું ગંદુ પાણી કોમન પ્લોટમાં એકઠું થતાં ગંદકીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે બાયડ નગર પાલિકા ચીફ ઓફિસરને આવેદન પત્ર આપી ન્યાય ની માંગ કરી હતી