અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે આવેલ સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂનમના દિવસે મંદિરમાં બિરાજતા ભગવાન શામળિયા શેઠના દર્શનાર્થે દૂર દૂરથી ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે જેઠ માસની પૂનમનો અનેરો મહિમા રહેલો હોવાથી વહેલી સવારે ભક્તોની ભીડ ઉમટી પડી હતી લાઈનબધ્ધ કતારમાં તીવ્ર ગરમી અને અસહ્ય બફારામાં શ્રદ્ધાળુઓ ભગવાન શામળિયાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી શામળાજી પોલીસે મંદિર પરિસર અને બજારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો ભગવાન શામળિયાના શણગાર જોઈ ભક્તો ધન્ય બન્યા હતા મંદિર ટ્રસ્ટ દ્વારા કુલરો ગોઠવવામાં આવતા ભક્તોએ હાશકારો અનુભવ્યો હતો
શનિવારે જેઠ માસની પૂર્ણિમા હોવાથી યાત્રાધામ શામળાજીમાં વહેલી સવારથી જ ભક્તો નું ઘોડાપુર ભગવાન કાળિયા ઠાકરના દર્શનાર્થે ઊમટ્યું હતું જેઠ માસની પૂનમે ભગવાન શામળિયાને ખાસ ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાવેલ મલમલ નાવાઘા પહેરાવવામાં આવ્યા હતા તેમજ સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો હતો ભગવાન વિષ્ણુ ને શંખ ચક્ર ગદા અને ગળા માં સોનાની વનમાળા થી ભગવાન શામળિયો ઝળહળી ઊઠ્યો હતો ભક્તો પણ હરખ ગેલા બની શામળિયા ની શણગાર આરતી નો લાભ લઇ ધન્ય બન્યા હતા સમગ્ર ગુજરાત રાજસ્થાન અને મધ્યપ્રદેશ થી હજારો ભક્તો શામળિયા ના દર્શન કરી ધન્ય બન્યા છે મંદિર ના પૂજારી દ્વારા દિવસ દરમ્યાન આવતા તમામ મનોરથ ની ઉજવણી કરવામાં આવી રહી છે મંદિર પરિસર માં ભુદેવો દ્વારા વૈદિક મંત્રો સાથે પાત્રાસદન સહિત શામળિયા ની રાજોપચાર પૂજા કરવામાં આવી હતી