પલ્સ પોલિયો રાષ્ટ્રીય રસીકરણ દિવસ રાઉન્ડ અંતર્ગત મોડાસા તાલુકા ખાતે પોલિયોની રસીથી બાળકોને રક્ષિત કરવાની કામગીરી હાથ ઘરવામાં આવી
ભારત સરકારના ઇન્ટેન્સીફાઇડ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન કાર્યક્રમની માર્ગદર્શીકા અને ગુજરાત સરકારના માર્ગદર્શન મુજબ તા. ૨૩.૦૬.૨૦૨૪ને રવીવારના રોજ રાષ્ટ્રીય પલ્સ પોલિયો રાઉન્ડની કામગીરી મોડાસા તાલુકા ખાતે હાથ ઘરવામાં આવી.
ડેપ્યુટી ડાયરેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી,ની હાજરી હેઠળ અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી માર્ગદર્શન હેઠળ મોડાસા તાલુકા અન્વયે અર્બન હેલ્થ સેન્ટર મોડાસા-૧ ખાતે તાલુકા આરોગ્ય અધિકારી, મોડાસાના આયોજન અન્વયે પોલિયો રસીના બે ટીંપા બાળકોને પીવડાવી રસીકરણ બુથ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. મોડાસા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બુથ ઉદઘાટન પ્રસંગે મોડાસા નગરપાલિકા પ્રમુખ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા આર.સી.એચ.અધિકારી, જિલ્લા ક્ષય અધિકારી, મેડિકલ ઓફિસર મોડાસા તથા આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય પલ્સ પોલિયો રાઉન્ડ અંતર્ગત ૦ થી ૫ વર્ષના બાળકો પૈકી મોડાસા તાલુકાના કુલ- ૨૮૬૧૭ બાળકોને આવરી લેવા હેતુ આજરોજ પ્રથમ દિવસે ૧૨૦-રસીકરણ બૂથ ખાતે જાહેર સ્થળોએ, બસ સ્ટેન્ડ ખાતે તથા બીજા અને ત્રીજા દિવસે ૪૬૮૩૧થી વધુ ઘરોની ૪૮૬ આરોગ્ય ટીમો ઘ્વારા ઘરે-ઘરે, જાહેર સ્થળોએ, બસ સ્ટેન્ડ, ઇંટોના ભઠઠા, ઔદ્યોગીક વસાહતો, કન્સ્ટ્રકશન વિસ્તારો ખાતે સર્વે હાથ ઘરી આજરોજ બાકી રહી જવા પામેલ ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયોની રક્ષિત કરવામાં આવશે.
સદર પલ્સ પોલિયો અભિયાન દરમિયાન ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલિયો રસીના બે ટીંપા પીવડાવવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે.