પંચમહાલ જિલ્લામાં બાળ લકવા નાબૂદી અભિયાન અંતર્ગત પોલીયો આજરોજ બાળકોને પોલિયો વિરોધી રસી આપવામાં આવી હતી.આ અંગે પંચમહાલ જિલ્લા આરોગ્યતંત્ર દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે.
પંચમહાલ જિલ્લાના પાંચ વર્ષથી નીચેના 257233 બાળકોને રસી આપવા માટે 1029 રસીકરણ બુથ તેમજ 2058 રસીકરણ ટીમો બનાવવામાં આવી છે.પ્રત્યેક ટીમમાં આરોગ્ય કર્મચારી આશા બહેનો આંગણવાડી કાર્યકર તથા સ્વયંસેવક ફરજ નિભાવશે. શહેરા નગરમા આવેલા અર્બન હેલ્થ સેન્ટર ખાતે 0 થી 5 વર્ષ ના બાળકો ને પોલિયો રવિવાર નિમિત્તે શહેરા ના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ દ્વારા ઉપસ્થિત રહી પોલિયો રસી પીવાડવામા આવી હતી.આ પ્રસંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.