અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામની ર્ડો.બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્સવ સમિતિ દ્વારા જરૂરિયાતમંદ પરીવારો અને અનુ. જાતિ સમાજના લોકઉપયોગી કામકાજ અર્થે સતત પ્રયત્નશીલ રહે છે ટીંટોઈ ગામમાં અનુસુચિત જાતિ સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરી માનવતા મહેકાવી હતી.
ટીંટોઈ ર્ડો.બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્સવ સમિતિ ટીમે રવિવારે સાંજે આંબેડકર ચોકમાં અનુસુચિત જાતિ સમાજના પિતૃછાયા ગુમવનાર તેમજ આર્થિક સ્થિતિ નબળી હોય તેવા પ્રાથમિક અને માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ચોપડા,નોટબુક,કંપાસ બોલપેન,પેન્સિલ સહિતની અલગ-અલગ ધોરણ પ્રમાણે કીટ બનાવી શૈક્ષણિક કીટનું વિતરણ કરી શૈક્ષણિક મદદની હૂંફ આપી હતી ર્ડો.બાબાસાહેબ આંબેડકર યુવા ઉત્સવ સમિતિ ટીંટોઈ દર વર્ષ બાળકો માં છુપાયેલ પ્રતિભા બહાર લાવવા માટે ચિત્ર સ્પર્ધા, સ્ટેજ પરફોર્મન્સ, વક્તવ્ય જેવા શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે