29.4 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines રાજકોટ અગ્નિકાંડ ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ ને દઝાડી રહી છે : અરવલ્લીમાં પ્રા.શાળાની...

રાજકોટ અગ્નિકાંડ ગરીબ વિદ્યાર્થીઓના અભ્યાસ ને દઝાડી રહી છે : અરવલ્લીમાં પ્રા.શાળાની ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઠપ્પ

0
105

અરવલ્લી જીલ્લામાં ટ્રાન્સપોર્ટેશનની સુવિધા બંધ થતાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકો શાળામાં અવર-જવર માટે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે,ટ્રાન્સપોર્ટ્શનની સુવિધા બંધ થતાં અનેક વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું બંધ કરવાની ફરજ પડી, સ્કૂલ વાન ચાલકોને નિયમનોનું અમલવારી કરાવતું તંત્ર ઘેટા-બકરાની માફક પેસેન્જર ભરી ખાનગી વાહનોમાં થતી હેરાફેરી સામે નતમસ્તક થતાં અનેક તર્ક-વિતર્ક

 

રાજકોટ ટીઆરપી ગેમઝોનમાં લાગેલી આગ બાદ રાજ્ય સરકાર ફાયર સેફ્ટીને લઈને આકરા પાણીએ છે રાજકોટની ઘટના બાદ સ્કૂલ વર્ધીના નિયમોને લઈને વિવાદ વકર્યો છે આરટીઓ તંત્ર દ્વારા સ્કૂલવર્ધી વાહનો સામે 2019ના નિયમોની અમલવારીનો દંડો ઉઘમતા સ્કૂલવર્ધીમા ફરતાં વાહન ચાલકોએ હડતાળની ફરજ પડી હતી અરવલ્લી જીલ્લામાં પ્રાથમિક શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલ સ્કૂલવર્ધી વાળા વાહન ચાલકો તંત્રની દંડનીય કાર્યવાહીથી ડરી ટ્રાન્સપોર્ટેશન બંધ કરતા વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ માટે અવર-જવર માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેટલાક વિદ્યાર્થીઓ ટ્રાન્સપોર્ટેશન બંધ થતાં શાળાએ આવવાનું જ બંધ કરી દીધું હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી

રાજકોટ આગની ઘટના બાદ આરટીઓ તંત્ર દ્વારા સ્કૂલ વર્ધીમાં ચાલતા વાહનો માટે ફિટનેશ,પરમીટ, થર્ડ પાર્ટી વીમો તેમજ ટેક્ષી પાસીંગ અને કોમર્શિયલ વીમો ફરજિયાત બનાવતાં સ્કૂલવર્ધી વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાથી દૂર અભ્યાસ કરતા બાળકો અભ્યાસથી વંચિત ન રહે તે માટે ટ્રાન્સપોર્ટેશન ની સુવિધા ઉભી કરવામાં આવી છે ટ્રાન્સપોર્ટેશન વાહન માટે જે નિયત કરેલ દરે અને શરતો મુજબ વાહન મળવું મુશ્કેલ છે ત્યારે આરટીઓ તંત્ર દ્વારા કડક નિયમોની અમલવારી કરવાનું આહવાન કરતા સરકારી પ્રાથમિક શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન કરતા સ્કૂલવર્ધી વાળા વાહન ચાલકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે

 

પ્રાથમિક શાળાઓમાં ટ્રાન્સપોર્ટેશન કરતા વાહનચાલકો તંત્રની દંડાત્મક કાર્યવાહીથી ટ્રાન્સપોર્ટેશન બંધ કરતા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને અન્ય કોઇ સુવિધા ન હોવાથી અભ્યાસ વિહોણા બન્યા છે શાળાથી ત્રણ-ચાર કિલોમીટર દૂરથી ચાલતા આવવા મજબૂર બનતા વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા ટ્રાન્સપોર્ટેશન સુવિધા ઝડપથી ઉપલબ્ધ કરાવવામાં આવેની માંગ પ્રબળ બની છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!