એબીવીપીએ કલેક્ટર કચેરીમાં સુત્રોચાર અને બેનર પ્રદર્શિત કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની રાજ્ય વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા માટે GCAS પોર્ટલનો પ્રયાસ કરવામાં આવ્યો છે.જેમાં ખામીઓ સામે આવી રહેતા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન બન્યા છે. અરવલ્લી જીલ્લા કલેક્ટર કચેરી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકરો સૂત્રોચ્ચાર સાથે રજુઆત કરી જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી ભાજપની વિદ્યાર્થી પાંખનો અવાજ પણ સરકાર સાંભળતી ન હોવાનો અહેસાસ એબીવીપીના હોદેદારો અને સદસ્યો અનુભવી રહ્યા છે
ABVP એ રજુઆત કરી હતી કે GCAS પોર્ટલમાં આવતી વિશ્વ વિદ્યાલયમાં એડમિશન થી ઘણા વિદ્યાર્થીઓ હજુ વંચિત છે.વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે.ટેકનોલોજી પ્રક્રિયા ની જાણકારીનો અભાવ હોવાને કારણે વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે છે.એ માટે યોગ્ય નિર્ણય કરવો.આ પોર્ટલમાં પ્રવેશ દરમિયાન વિદ્યાર્થીઓ એક રાઉન્ડમાં કોઈ કોલેજમાં એડમિશન મેળવે છે ત્યારે બીજા રાઉન્ડમાં તે વિદ્યાર્થ ભાગ લઈ શકતો નથી અને પ્રક્રિયા માંથી બહાર કાઢી દેવામાં આવે છે.વિદ્યાર્થીઓને એડમિશન રદ કરવું હોય કે ભુલ સુધારવી હોઈ એનો પોર્ટલમાં કોઈ વિકલ્પ નથી મળતો જે પ્રશ્ન ખૂબ ગંભીર છે
કોલેજમાં પ્રવેશ દરમિયાન કોઈ પ્રકાર નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન વિદ્યાર્થીઓનું કરવામાં આવ્યું નથી વિદ્યાર્થી દ્વારા જાતિની માહિતી જે ભરવામાં આવે એ માની લેવામાં આવે છે જેના કારણે એડમિશન આપવામાં ચૂક થાય છે.LLB લો કોલેજની એડમિશન પ્રક્રિયા હજુ શરૂ કરવામાં આવી નથી જે ચાલુ કરવામાં આવે સહિતની માંગો અરવલ્લી ABVPના હોદેદારોએ જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માગ કરી છે.