ગોધરા
પંચમહાલ જીલ્લાના ગોધરા ખાતે આવેલી જય જલારામ શાળામાં નીટ પરિક્ષા પાસ કરાવાને લઈને ગોધરા તાલુકા મથકે નોધાયેલી પોલીસ ફરિયાદ મામલે આખરે સીબીઆઈને આખો કેસ સોપવામા આવતા આજે ગોધરા ખાતે સરકીટ હાઉસ ખાતે સીબીઆઈની ટીમના અધિકારીઓ આવી પહોચ્યા હતા.સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી. તેમની સાથે જીલ્લા પોલીસવડા હિમાંશુ સોલંકી સહિત અન્ય પોલીસ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
દેશભરમા ચકચાર જગાવનારા નીટ પરીક્ષામા પાસ કરાવાના કૌભાડમા ગોધરાનુ કનેકશન બહાર આવતા ચકચાર મચી ગઈ હતી. ,જેમા જલારામ હાઈસ્કુલના આચાર્યનો પણ સમાવેશ થાય છે.આ મામલે ગોધરા તાલુકા પોલીસ મથકે આ મામલાની ફરિયાદ પણ નોધાઈ હતી. .સમગ્ર મામલાને લઈ રાજ્ય સરકારે કેસની ગંભીરતા ને લઈને કેસ સીબીઆઈને સોપવાનો નિર્ણય કર્યો હતો. જેના પગલે ગોધરા ખાતે સીબીઆઈની ટીમ સમગ્ર મામલાની તપાસ માટે આવી પહોચી હતી.





