મોડાસા શહેરના અનેક માર્ગ પર ગટરના ઢાંકણ ખુલ્લા અને લોખંડની જાળી વચ્ચે પડેલી જગ્યા ચોમાસામાં આફત નોંતરે તો નવાઈ નહીં..!! મોડાસા શહેરમાં ચાલતા વિકાસના કામો ચોમાસામાં નગરજનો માટે મુસીબત રૂપી સાબિત થશે,અનેક સોસાયટીઓમાં રોડના ઠેકાણા નથી
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરના નવજીવન ચોક સહિત માર્ગો પર ગટર પર લોખંડની જાળી નાખવામાં આવી છે નવજીવન ચોક ના માર્ગ પરથી પસાર થતી યુવતી અચાનક ગટરની અંદર ફસડાઈ ગટર પર લોખંડની જાળીમાં પગ ફસાઈ જતા યુવતીએ બૂમાબૂમ કરી મુકાતા લોકો મદદ માટે દોડી આવ્યા હતા લોખંડી જાળીમાં પગને કાઢવા પ્રયત્ન નિર્થક રહેતા કારીગરને બોલવી કટર મશીનથી લોખંડની જાળી કાપી દર્દથી કણસતી મહિલાને બહાર કાઢી હતી નગરપાલિકાની ટીમ સ્થળ પર પહોંચી લોખંડની જાળીનું સમારકામ હાથધર્યું હતું
મોડાસા શહેરના નવજીવન ચોક વિસ્તારમાં ખરીદી કરવા આવેલ એક યુવતીનો પગ રોડ પર ગટરને ઢાંકવા માટે લોખંડની જાળીમાં ઉતરી પડતાં યુવતીએ પગ કાઢવા માટે પ્રયત્ન કરતા નિષ્ફળ રહેતા વધુ પગ અંદર ઉતરતા યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી દર્દથી કણસતી યુવતી ગભરાઈ ગઈ હતી સ્થાનિક લોકો અને વેપારીઓ મદદમાં દોડી આવ્યા હતા લોકોએ યુવતીનો પગ બહાર કાઢવા સ્થાનિક કારીગરને બોલાવી લેતા કારીગરે ભારે સાવચેતી દાખવી લોખંડની જાળી કાપી યુવતીનો પગ બહાર કાઢતા યુવતીએ હાશકારો અનુભવ્યો હતો નગરપાલિકાની ખામી યુક્ત ગટર પર રહેલી લોખંડની જાળીઓ તાત્કાલિક બદલવામાં આવેની માંગ કરી નગરપાલિકાની પ્રી મોન્સુન કામગીરી સામે આક્રોશ ઠાલવ્યો હતો