છેલ્લા પાંચ મહિનામાં APMCના બે વેપારીઓએ જીંદગી ટૂંકાવી લીધી,માલેતુજાર પરિવારના અબ્દુલ સલામ ખાનજીના આપઘાતથી પરિવારજનો સહિત વેપારીઓ શોકમગ્ન, આત્મહત્યાએ સમસ્યાનું સમાધાન નથી
અરવલ્લી જીલ્લામાં વ્યાજના શેર બજાર અને વાયદા બજારમાં અનેક પરિવારો બરબાદીના ગર્તામાં ધકેલાઇ ગયા છે વાયદા બજારમાં દેવું થયા બાદ વ્યાજના વિષચક્રમાં કે પછી આબરૂં જવાના ડરથી કેટલાક વેપારીઓએ અને લોકોએ જીંદગી ટૂંકાવી લીધી હોવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહે છે થોડા મહિના અગાઉ મોડાસા માર્કેટયાર્ડના એક વેપારીએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટનાની શાહી સુકાઈ નથી ત્યારે માર્કેટયાર્ડના વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ અબ્દુલ સલામ ખાનજી નામના માલેતુજાર યુવાન વેપારીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી છે યુવા વેપારીના આપઘાતથી સમગ્ર મુસ્લિમ સમાજના લોકોમાં આઘાતની લાગણી છવાઈ હતી મોડાસા ટાઉન પોલીસે ખાનગી હોસ્પિટલ પહોચી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મોડાસા માર્કેટયાર્ડમાં અનાજ સહિત ખેતી પાકના લે-વેચ કરતા અને વેપારી એસોસિએશનના ઉપપ્રમુખ પ્રતિષ્ઠિત યુવા વેપારી અબ્દુલ સલામ ખાનજીએ અગમ્ય કારણોસર ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા પરિવારજનોને જાણ થતાં તાબડતોડ સારવાર અર્થે મોડાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડતાં તબીબો સારવાર કરે તે પહેલા વેપારીએ દમ તોડી દેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું મુસ્લિમ સમાજના યુવા વેપારીની આત્મહત્યાના પગલે મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો અને માર્કેટયાર્ડના વેપારીઓના ટોળેટોળા ખાનગી હોસ્પિટલમાં ઉમટ્યા હતા માલેતુજાર પરિવારના યુવા વેપારીએ જીંદગી ટૂંકાવી લેતા તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે પરિવારજનો સહિત સગા-સંબંધીઓ રોકોકોકળ કરી મુકાતા વાતાવરણમાં ગમગીની છવાઈ હતી વેપારીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા મોડાસા ટાઉન પોલીસ ખાનગી હોસ્પિટલમાં દોડી આવી કાયદેસરની કાર્યવાહી હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી