21.2 C
Ahmedabad
Sunday, February 9, 2025

પંચમહાલ :NEET પરીક્ષા કૌભાંડમાં CBIની ટીમે ગોધરામાં 6 વિદ્યાર્થીઓના નિવેદન લીધા


ગોધરા શહેરમાં જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટ ની પરીક્ષા ને લઈને ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે સીબીઆઇ દ્વારા 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન સાથે વાલીઓ અને આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમોની પણ પૂછપરછ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો.

Advertisement

ગોધરા શહેરના જય જલારામ સ્કૂલમાં બહુચર્ચિત નીટ કૌભાંડને લઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ દિવસથી જ સીબીઆઇ દ્વારા ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે તપાસનો દોર ચલાવવામાં આવ્યો હતો.જેમાં ગત સોમવારથી સીબીઆઇની ટીમે દ્વારા ગોધરામાં ધામા નાખ્યા હતા. જેમાં પંચમહાલ પોલીસ પાસેથી છ જેટલી ફાઇલ અને 1000 પાના ના ડોક્યુમેન્ટ એકત્ર કરી તપાસ શરૂ કરવામાં આવી હતી.

Advertisement

જેમાં સીબીઆઇની ટીમ દ્વારા ઝીણવટ પૂર્વક ડોક્યુમેન્ટના સ્ટડી કરવામાં આવી હતી સતત બે દિવસ સુધી જરૂરી ડોક્યુમેન્ટની સ્ટડી કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રીજા દિવસે ગોધરા શહેર અને થર્મલ ખાતે આવેલી જય જલારામ સ્કૂલ ખાતે સીબીઆઇ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં જય જલારામ સ્કૂલમાં સીબીઆઇ દ્વારા જ્યાં નીટની પરીક્ષા જે ક્લાસરૂમમાં વિદ્યાર્થીઓએ આપી હતી તે ક્લાસ રૂમના બેઠક વ્યવસ્થાની નિરીક્ષણ કર્યું હતું.

Advertisement

ગોધરા શહેરના સર્કિટ હાઉસ ખાતે સીબીઆઇ દ્વારા કુલ 16 વિદ્યાર્થીઓ પૈકી ગુજરાતના 6 વિદ્યાર્થીઓના નિવેદન લેવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં
સીબીઆઇ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાલીઓના પણ નિવેદન લેવામાં આવ્યા હતા.સાથે સાથે આ કેસના સાક્ષીઓ તેમજ ઝડપાયેલા આરોપીઓ સાથે સંપર્કમાં આવેલા અન્ય ઇસમોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જ્યારે વિદ્યાર્થીઓ વાલીઓ અને આ કેસના સાક્ષી તેમજ ઝડપાયેલ આરોપીના સંપર્કમાં આવેલા અન્ય ઇસમોના નિવેદનોમાં મોટા ખુલાસા થવાની શક્યતાઓ સેવાઇ રહ્યા છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!