asd
18 C
Ahmedabad
Tuesday, December 10, 2024

પંચમહાલ : મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન તંત્રએ ગોધરા અને ખેડાના 9 પેટ્રોલ પંપની તપાસણી કરાઈ


ગોધરા

Advertisement

ગુજરાત રાજ્યના કાનૂની માપ વિજ્ઞાન તંત્રના, નિયંત્રક આર.આર.ગોહેલ (GAS), નાયબ નિયંત્રક  એસ.એસ.વિશાણાઓના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયંત્રક ગોધરાશ્રી એચ.એસ.પટેલ તેમજ ફ્લાઇંગ સ્કોડ નિરીક્ષક તથા સિનિયર/જુનિયર નિરીક્ષકોની અલગ અલગ ટીમ બનાવી પંચમહાલ જિલ્લાના ગોધરામાં તેમજ ખેડા જીલ્લામાં કુલ-૯ પેટ્રોલ પંપોની ઓચિંતી તપાસણી કરવામાં આવી હતી. 

Advertisement

પંચમહાલ જીલ્લાના ગોધરામાં-૨ પેટ્રોલ પંપ તેમજ ખેડા જીલ્લામાં-૧ પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ તેમજ ડીઝલની નોઝલમાં નિયત મર્યાદા કરતાં ઓછી ડિલિવરી માલુમ પડતાં ત્રણ એકમો સામે ધી લીગલ મેટ્રોલોજી એક્ટ-૨૦૦૯ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરીને ઉપરોક્ત પંપ જપ્તી હેઠળ અટકાયત કરવામાં  આવ્યા છે તેમ મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારી ગોધરા – પંચમહાલએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!