સોશ્યલ મીડિયામાં અનેક લોકોના બિભત્સ વીડિયો વાયરલ થતા હોય છે, ક્યારેક ક્યારેક લોકો ભાન ભૂલીને એવી હરકત કરી બેસતા હોય છે કે તેઓની પોલ સમગ્ર દુનિયા સામે ખુલી જાય છે અને પ્રેમી-પંખીડા સહિત તેમના પરિવારજનોએ ક્ષોભજનક સ્થિતિમાં મુકાવવું પડે છે ત્યારે મોડાસા શહેરના હંગામી બસ સ્ટેન્ડ પરિસરમાં એક યુવક યુવતી સાથે બિંદાસ્ત પ્રેમલાપ કરતા એક જાગૃત નાગરિકે ફિલ્મ ઉતારી લીધી હતી નજીકમાં નાના બાળકો રમત રમતા હોવા છતાં કોઈપણ જાતની પરવા કર્યા વગર બિભસ્ત હરકત કરતા પ્રેમી યુગલ સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેરનું હંગામી બસ સ્ટેન્ડ અસામાજીક તત્ત્વોનો અડ્ડો અને પ્રેમી પંખીડાઓ માટે મિલન સ્થળ બન્યું હોવાની ચર્ચાઓના દોર વચ્ચે હંગામી બસ સ્ટેન્ડમાં મુસાફરોની અવર- જવર વચ્ચે પ્રેમી પંખીડા પ્રેમના નશામાં ભાન ભૂલી બિભસ્ત હરકત કરતા એક જાગૃત નાગરિકે પ્રેમી-પંખીડાની મોબાઈલના કેમેરામાં કેદ કરી લઇ સોશ્યલ મીડિયામાં વાયરલ કરતા ભારે પ્રેમી-પંખીડા કોણ અંગે અનેક અટકળો ચાલી રહી છે મોડાસા શહેરનું હંગામી બસ સ્ટેન્ડ માં અનેક પ્રેમી યુગલો મુસાફરોની પરવા કર્યા વગર પ્રેમલામમાં મશગુલ બની ચેનચાળા કરતા દ્રશ્યો અનેક લોકો આંખે નિહાળી ચૂક્યા છે ત્યારે બસ સ્ટેન્ડમાં લાગેલ સીસીટીવી કેમેરાનું યોગ્ય મોનેટરિંગ કરી યોગ્ય કાર્યવાહી કરે તેવું શહેરીજનો ઇચ્છી રહ્યા છે
મોડાસા શહેરના હંગામી બસ સ્ટેન્ડના પાછળના માર્ગ પર સતત મુસાફરોથી ધમધમતા પરિસરમાં પ્રેમી યુગલ ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનોની માફક એક બીજામાં મગ્ન બની બિભસ્ત હરકત કરતા સામે રહેલા જાગૃત સમગ્ર દ્રશ્ય જોઈ ચોંકી ઉઠ્યો હતો અને યુવક-યુવતીની ફિલ્મ ઉતારી લીધી હતી 39 સેકન્ડનો પ્રેમલાપ કરતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતાંની સાથે પ્રેમી યુવક-યુવતી મોડાસા શહેરના કે પછી અન્ય કોઇ વિસ્તારના તે જાણવા લોકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી લોકોને મફતમાં મનોરંજન મળી રહેતા કહેવાતા સભ્ય લોકો પણ વીડિયો જોવા મળે તે માટે વીડિયો અંગે એક બીજા મિત્રોને મેસેજ અને ફોન કરી પૂછપરછમાં જોતરાયા હતા