મોડાસા શહેરમાં 5 થી 10 ટકા ઉઘરાવતા વ્યાજખોરોની ચક્કીમાં અનેક વેપારીઓ અને લોકો પીસાઈ રહ્યા છે* વ્યાજકવંદીઓના ડરથી લેણદારો લોકદરબાર થી દૂર રહ્યા,પોલીસના વ્યાજખોરના ત્રાસથી મુક્ત કરાવવાના સરાહનીય પ્રયાસને નબળો પ્રતિસાદ
અરવલ્લી જીલ્લા સહિત મોડાસા શહેરમાં વ્યાજખોરીનું દૂષણ દૂર કરવા અને લોન શાર્ક જેવા લોકો દ્વારા વ્યાજની વસૂલીના નામે લોકોને પાયમાલ કરવામાં ન આવે તે માટે જીલ્લા પોલીસ કટિબધ્ધ બની છે મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરીના ચક્રવ્યુહમાં ફસાયેલા અને વ્યાજખોરીનો ભોગ બનેલા શહેરીજનો અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં સમાવિષ્ઠ પીડિતોને ન્યાય મળે તે માટે લોકદરબાર યોજાયો હતો
અરવલ્લી જીલ્લા SP શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ મોડાસા ટાઉન પીઆઈ કે.ડી.ગોહિલ અને તેમની ટીમે શનિવારે ટાઉન પોલીસ સ્ટેશનમાં લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ અંગે જનજાગૃતિ માટે પેમ્ફલેટ વિતરણ કરવામાં આવ્યા હતા લોક દરબારમાં PI કે.ડી.ગોહિલ અને અન્ય પોલીસ અધિકારીઓએ વ્યાજખોરીનો ભોગ બનેલ પીડિતોને સાંભળ્યા હતા બપોર સુધી 7 જ અરજદારો રજૂઆત કરવા પહોંચતાં અરજદારોને સાંભળી વ્યાજખોરો સામે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયાધારણા અપાતા અરજદારો પણ આશાનું કીરણ લઇ હસતા મોઢે ઘરે પરત ગયા હતા જોકે વ્યાજખોરો સામે પોલીસે યોજેલ લોકદરબારને નબળો પ્રતિસાદ મળતા વ્યાજખોરોથી પીડિતો ડર અનુભવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું





