20 C
Ahmedabad
Monday, March 17, 2025

અરવલ્લી : હ્રદય બંધ થવાનો સિલસિલો યથાવત, માલપુર પંથકમાં બે પાટીદાર યુવકોનું હાર્ટ એટેકથી મોત,શોકગની છવાઈ


ગુજરાતના યુવાનો-યુવતીઓમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધી રહી છે. સરકાર અને આરોગ્ય વિભાગ આ પાછળનું ચોક્કસ કારણ જાણવામાં હજુ ગોથા ખાઈ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગરબા રમતા, લગ્નમાં નાચતા વખતે, ક્રિકેટ રમતાં કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મોતના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે.અરવલ્લી જીલ્લામાં હૃદય બેસી જવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતાં લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે માલપુર પંથકના બે પાટીદાર યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજતા પાટીદાર સમાજ સહિત સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે
માલપુર તાલુકાના મોરડુંગરી ગામના અને ટ્રેઝરી ઓફિસમાં ફરજ બજાવતા કમલેશ ભાઈ પટેલનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું કમલેશ પટેલના આકસ્મિક નિધનથી પરિવારજનો સહિત સાથી કર્મચારીઓ આઘાતમાં સરી પડ્યા હતા તેમજ જૂના તખતપુર ગામના મણીભાઈ પટેલનું હ્રદય બેસી જતા મોત નિપજતા પરિવારજનોએ આક્રંદ કરી મૂકી હતું પાટીદાર સમાજના બે આશાસ્પદ યુવકોને હાર્ટ એટેક ભરખી જતા પાટીદાર સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ હતી 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!