21.2 C
Ahmedabad
Sunday, February 9, 2025

અરવલ્લી: SOGએ મેઘરજના નવાગામથી મુન્નાભાઈ MBBSને બોચ્યો


અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના નવગામમાં બીમાર દર્દીઓ ને સજા કરવાને બદલે બીમાર પાડી દે તેવો એક નકલી ડોકટર ઝડપાયો છે.અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા એસઓજી પીએસઆઇ એસ.જે.દેસાઈ અને તેમની ટીમ મેઘરજ ઇસરી વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરતા નવગામમાં ભાડાના મકાનમાં મેડિકલ પ્રેક્ટિસ કરતો હોવાની બાતમી મળતા નવાગામ ગામે હિતેશભાઈ કાવજીભાઈ નિનામાંના દવાખાને એસઓજી ટીમ ત્રાટકી આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યો હતો ત્યારે નવાગામેં તેઓ ભાડાના મકાનમાં મેડિકલ પ્રેક્ટિસ કરતો ધોરણ 12સુધી નો અભ્યાસ કરેલ હોવાનું જણાવી કોઈ પણ જાત ની કોઈ જ ડીગ્રીવગર પ્રેક્ટિસ કરતો એલોપેથીક સારવાર કરતા સરકારી મેડિકલ ઓફીસનીં હાજરીમાં પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

ભિલોડા તાલુકાના મેરવાડ ગામે રહેતો હિતેશ કાવજીભાઈ નિનામાં નામનો શખ્સ છેલ્લા કેટલા સમયથી મેઘરજ તાલુકાના ઇસરી નવાગામમાં લોકોની આંખોમાં ધૂળ નાખી અસલી તબીબ હોવાના રૂઆબ સાથે કોઈ પણ પ્રકારની ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી બેફામ એલોપેથીક પ્રેક્ટિસ કરતો હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે નવાગામે નકલી તબીબ હિતેશ કાવજીભાઈ નીનામાં ને દબોચી લઈ તેની પાસેથી રૂ.૭૬૫૦/- નો વધુની દવાઓ અને તબીબ સાધનો જપ્ત કરી નકલી તબીબ સામે ઇસરી પોલીસ સ્ટેશનમાં ઇપીકો કલમ-૪૧૯ તથા ધ ગુજરાત રજીસ્ટર મેડિકલ પ્રેક્ટિસ એક્ટ ૧૯૬૩ની કલમ-૩૦ મુજબ ગુન્હો નોંધાવી આગળની તપાસ ઇસરી પોલીસને સુપ્રત કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!