પંચમહાલ : ગોધરા ખાતે સીબીઆઇની ટીમના ધામા બાદ નીટ પરીક્ષા કૌભાંડમાં ચોકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે. જય જલારામ સ્કૂલના સંચાલક દીક્ષિત પટેલની અટકાયત કરવામાં આવી હતી.જેને લઈને પણ ચકચાર મચી જવા પામ્યો હતી. સીબીઆઇ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટ દ્વારા સીબીઆઇની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કરવા માટે જણાવ્યું હતું.
નીટની પરીક્ષાના કેસની સીબીઆઇ ની તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે,સીબીઆઇ દ્વારા જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની અટકાયત બાદ અમદાવાદ ખાતેની સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામા આવશે.સીબીઆઇના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આરોપીને લઈને અમદાવાદ જવા રવાના થયા હતા.જય જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલને સીબીઆઇ દ્વારા ગોધરા સેશન કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરાતા ગોધરા કોર્ટ દ્વારા સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં આરોપીને રજૂ કરવા માટે જણાવ્યું હતુ.સીબીઆઈ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હોય સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં આરોપીને રીમાન્ડ માટે રજૂ કરવા જણાવાયું હતુ.