પાવાગઢ
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ડુંગર ખાતે ગતરાત્રે થયેલા વરસાદમાં ડુંગર પરથી ખાબકેલ મહાકાય ભેખડ પાટિયાપુલ અને તારાપુર દરવાજા વચ્ચે સપાટીવાળા ભાગ માં ભેખડ તેમજ પથ્થરો રસ્તા ઉપર ધસી આવતા માંચી થી ડુંગર પર ચાલીને જવાના માર્ગ પર માર્ગની વચ્ચે એન્ડ ડાઉન માટે બનાવવામાં આવેલી રેલિંગ તૂટી ને માર્ગ વચ્ચે પડતા ચાલીને ડુંગર પર જવાનું માર્ગ પર અવર જવર યાત્રાળુઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
હાલોલ તેમજ પાવાગઢ પંથકમાં ચોમાસાની જમાવટ થતા મેઘરાજા બે દિવસથી મન મુકીને વરસી રહ્યા છે. યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર વરસેલા ભારે વરસાદમાં ચાલીને જવાના માર્ગ ઉપર ભેખડના પથ્થરો ધસી આવતા યાત્રાળુઓને આવા જવાના માર્ગ ની વચ્ચે લગાવવામાં આવેલી લોખંડની રેલીંગોને ભારે નુકશાન પહોંચ્યું છે.ભેખડ ઉપરથી ધસી આવેલા પથ્થરોએ આજુબાજુની કાચી દુકાનોને પણ નુકસાન થયું છે.ત્યારે રસ્તા ઉપર પડેલા પથ્થર અને તૂટેલી રેલીંગો યાત્રાળુઓને અવર જવરમાં અવરોધરૂપ બની રહી છે.ચોમાસુ જામતા હાલોલ તાલુકા માં તેમજ પાવાગઢ ખાતે વરસાદ સારો એવો થઈ રહ્યો છે. યાત્રાધામ પાવાગઢ ડુંગર ઉપર ના પ્રાકૃતિક નજારા ને માણવા અડધો લાખ જેટલા માઈ ભક્તો માતાજીના દર્શન સાથે હિલ સ્ટેશન જેવો પ્રાકૃતિક નજારો માણી યાત્રાળુ આનંદિત થઈ ગયા હતા.પાવાગઢ ડુંગર પર વાદળ આવી ચઢતા આલ્હાદક વાતાવરણમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠેલી જોવા મળતી હતી.