દાવલી ગામના પાણીયારા કુવાથી પ્રાથમિક શાળા સુધીનો આરસીસી રોડ અને ગટર લાઇન અધ વચ્ચે મૂકી કોન્ટ્રાક્ટર ફરાર થઈ ગયો હોવાનો જાગૃત નાગરિકોનો આક્ષેપ,DDO અને TDO ગંદકીથી ખદબદતા દાવલી ગામની મુલાકાત લે તેવી ગામલોકોમાં પ્રબળ માંગ,ગામના માર્ગો પર ગટરના ઢાંકણા ખુલ્લા રહેતા દુર્ઘટનાની ભીતિ,માર્ગો પર ભરાઈ રહેતા પાણીથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં સપડાતા ગ્રામજનો
સમગ્ર રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ ખોરંભે ચઢી છે અરવલ્લી જીલ્લાની અનેક ગ્રામ પંચાયતમાં સરપંચની ટર્મ પુરી થયા બાદ ચૂંટણી નહીં થતાં ગ્રામ પંચાયતોમાં વહીવટદારોની નિમણૂક કરવામાં આવી છે વહીવટદારોની નિમણુંક પછી ગામડાઓમાં વિકાસના કામ ખોરંભે ચઢ્યા હોવાની સાથે વિકાસના કામોના કોઇ ઠેકાણા જ નથી મોડાસા તાલુકાના દાવલી ગામમાં વહીવટદારના ભરોશે વિકાસના કામોમાં પોલંપોલ ચાલી રહી હોવાની બૂમો ઉઠી છે મુખ્યમાર્ગથી પાણીયારા કુવા થી પ્રાથમિક શાળા સુધીના આરસીસી રોડ અને ગટરનું કામ કોન્ટ્રાક્ટર અધૂરું મૂકી દેવાની સાથે લેવલિંગ નહીં જાળવતા રોડ પર ઠેર ઠેર પાણી ભરાઈ રહેતા અસહ્ય દુર્ગધ અને કાદવ-કીચડથી સમગ્ર રસ્તો ખદબદી ઉઠતા અને ગટર પર ઢાંકણા નહીં હોવાથી ગામલોકો મોત હાથમાં લઇ પસાર થવા મજબૂર બન્યા છે.
મોડાસા તાલુકાના દાવલી ગામના કેટલાક વિસ્તારો ગંદકીથી ખદબતા હોવાથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ગામમાં ફેલાયેલી ગંદકીના પગલે રોગચાળો ફાટી નીકળવાની દહેશત પેદા થઈ છે પાણીયારા કુવા થી પ્રાથમિક શાળાના રોડ સુધીનો કોન્ટ્રાક્ટરે અધૂરો છોડી દીધેલ આરસીસી રોડ અને ખુલ્લી ગટરના લીધે અને ટેન્ડરિંગ પ્રમાણે આરસીસી રોડનું કામકાજ કરવાના બદલે હલકી કક્ષાનો માલસામાન વાપરી ગુણવત્તા વગરનું કામકાજ કરતા સમગ્ર રોડ પર ઠેર ઠેર ખાડા પડી ખાડાઓમાં પાણી ભરાઈ રહેતા સમગ્ર માર્ગ ગંદકીથી ખદબદી ઉઠ્યો છે ખુલ્લી ગટરમાં એક જ સપ્તાહમાં બે થી ત્રણ લોકો ગટરમાં ખાબકતા ઈજાઓ પહોંચી હતી ગ્રામમાં વહીવટદાર ગ્રામ પંચાયતનો વહીવટ કરવામાં ઉણો ઉતર્યો હોવાની ચર્ચાએ ચાલી રહી છે ગ્રામજનો નર્કાગર જેવી સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા હોય તેવો અહેસાસ અનુભવી રહ્યા છે ત્યારે તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચયાત માર્ગ અને મકાન વિભાગના ઇજનેર સ્થળ તપાસ કરી યોગ્ય ન્યાય કરેની લોકમાંગ પ્રબળ બની છે દાવલી ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જાગૃત નાગરિકોની અવાજ દબાવી કોન્ટ્રાક્ટરને રક્ષણ આપતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે