38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ક્રાઇમ અરવલ્લી: ટીંટોઇ પોલીસે ફિલ્મીઢબે ઇકોનો પીછો કરી ટીંટોઇ બ્રિજ ઉપરથી 52 હજારના...

અરવલ્લી: ટીંટોઇ પોલીસે ફિલ્મીઢબે ઇકોનો પીછો કરી ટીંટોઇ બ્રિજ ઉપરથી 52 હજારના વિદેશી દારૂ સાથે એક બુટલેગરને દબોચ્યો

0
115

અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસતંત્રએ બુટલેગરો સામે સખ્ત કાર્યવાહી કરી દેશી-વિદેશી દારૂના વેપલા અને હેરાફેરીને નાથવામાં મહદઅંશે સફળ રહી છે.

ટીંટોઇ પોલીસે ફિલ્મીઢબે મોડાસા હાઇ-વે રોડ ટીંટોઇ બ્રિજ ઉપરથી એક સફેદ કલરની મારૂતિ ઇકોગાડી માંથી ૫૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો.

ટીંટોઇ પોલીસ સ્ટેશનના નવનિયુકત પીએસઆઇ એસ.કે.ચાવડા અને તેમની ટીમે ટીંટોઇ પોલીસ સ્ટેશન વિસ્તારના પેટ્રોલીંગ દરમિયાન શામળાજી તરફથી આવતી ઇકોગાડીની બાતમી મળતા ઇકોગાડી નો ફિલ્મી ઢબે પીછો કરતા ઇકોગાડી નંબર:-જી.જે.૦૧.આરપી.૦૭૩૧ની માં તલાશી લેતા પ્રોહી મુદ્દામાલ વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ ભરી પાછળની શીટો ઉપર ભારતીય બનાવટ ના વિદેશી દારૂની બિયરની પેટીઓ આખી નંગ-૫ જેમાં કુલ ટીન નંગ-૧૨૦ તથા છુટા બીયર ટીન નંગ-૨૧૬ તથા ઈંગ્લીશદારૂની છૂટી બોટલો નંગ-૬ મળી કુલ બોટલ/ટીન નંગ-૩૪૨ જેની કુલ કિ. રૂ.૫૨,૮૦૦/-નો તથા ઇકો ગાડીની કિંમત રૂ.૩,૦૦,૦૦૦/- અને મોબાઈલ નંગ-૧ કિ. રૂ.૫૦૦૦/- મળી કુલ કિ. રૂ.૩,૫૭,૮૦૦/- પ્રોહી મુદ્દામાલ જપ્ત કરી આરોપી સુરેશભાઈ જયંતિભાઈ સડાત ઉ.૪૦ રહે.ભવાનપુર તા.ભિલોડા.જી.અરવલ્લી અને વિદેશી દારૂ ભરી આપનાર સતીષ વિશ્રામભાઈ ડામોર રહે.ભવાનપુર તા.ભિલોડા ટીંટોઇ ગુનો નોંધી પોલીસે માલ ભરી આપનાર આરોપી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!