ગુજરાત સરકારે વહીવટી તંત્રમાં કાર્યરત અધિકારીઓ યોગ્ય રીતે ફરજ ન બજાવતા હોય કે ભ્રષ્ટાચાર સાથે સંકળાયેલા હોય તેમને ફરજિયાત ઘરભેગા કરવાનું શરૂ કર્યું છે. તેના ભાગરૂપે સહકાર વિભાગના પ્રથમ વર્ગના અધિકારી અને સંયુક્ત રજિસ્ટ્રાર મનોજ લોખંડેને સરકારી સેવામાંથી ફરજિયાત નિવૃત્ત કર્યા બાદ અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વિકાસ અધિકારી બી.ડી.સોલંકીને નિવૃત્તીના 6 વર્ષ પહેલા નોકરી માંથી ફરજિયાત રિટાયર્ડ કરવાના આદેશથી અરવલ્લી જીલ્લાના સરકારી અધિકારીઓમાં સન્નાટો વાપ્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારના નિર્ણયથી ક્લાસ-1 & 2ના અધિકારીઓમાં હડકંપ મચ્યો છે
ગુજરાત સરકાર પંચયાત વિભાગના ડેપ્યુટી સેક્રેટરી સિમરન પોપટાણિની સહીથી પ્રસિધ્ધ પંચાયત વિભાગના ક્લાસ-2 અધિકારી અને ભિલોડા તાલુકા વિકાસ અધિકારીને બી.ડી.સોલંકીને 1 જુલાઈ સોમવાર બપોર પછી તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરતા પંચયાત વિભાગના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા વય નિવૃત્તીના છ વર્ષ પહેલા અને બપોર પછી ફરજિયાત નિવૃત્ત કરવાના સરકારના આદેશથી ભિલોડા તાલુકા વિકાસ અધિકારી બી.ડી.સોલંકી સામે અનેક સવાલો પેદા થયા હતા TDO બી.ડી.સોલંકી રાજ્યમાં અલગ -અલગ તાલુકાઓમાં ફરજ દરમિયાન સતત વિવાદમાં રહ્યા હતા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત શૌચાલય અને પ્રધાન મંત્રી આવાસ યોજના સહિત અને સરકારી યોજનાઓમાં કરોડો રૂપિયા ઉસેડી લીધા હોવાના આક્ષેપ સહિત સરકારી કામકાજ દરમિયાન પણ અરજદારો પાસેથી રૂપિયા ખંખેરતા હોવાના ગંભીર આક્ષેપ લાગતા સરકારે ફરજીયાત નિવૃત્તિનો દંડો ઉગમ્યો હતો
ભિલોડા TDO બી.ડી.સોલંકીને બી.ડી.સોલંકીને 1 જુલાઈ સોમવાર બપોર પછી તાત્કાલિક અસરથી ફરજિયાત નિવૃત્ત કરતા તાલુકા કચેરી અને અરવલ્લી જીલ્લા પંચયાતમાં ભારે સન્નાટો વાપ્યો હતો અરવલ્લી જીલ્લાના અન્ય તાલુકામાં ફરજ બજાવતા તાલુકા વિકાસ અધિકારીઓ માં હડકંપ મચ્યો હતો અરવલ્લી જીલ્લામાં ક્લાસ-1 & 2 અધિકારીઓ માં સતત બીજા દિવસે ભિલોડા ટીડીઓની ફરજીયાત નિવૃત્ત કરાયાની ચર્ચા જામી હતી