અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે ગાંદલા બજારમાં સોના-ચાંદીના ધંધા સાથે સંકળાયેલ વેપારીએ ભુતાવડ ગામના ગ્રાહકના દાગીના ગીરવે રાખીને સમયસર પેમેન્ટ ના આપી વેપારીએ ગ્રાહક સાથે મિત્રતા અને ધરેલું સંબંધોનો દુરઉપયોગ કરીને વિશ્વાસઘાત કરીને છેતરપીંડી આચરતા ચકચાર મચી જવા પામી છે.પોલીસે ભુતાવડ ગામના ગ્રાહકની ફરિયાદના આધારે સોના-ચાંદીના વેપારી વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડી સંદર્ભે ગુનો નોંધી વધુ ન્યાયિક તપાસ હાથ ધરી છે.
ભિલોડા પોલીસ સ્ટેશન પી.એસ.ઓ ના જણાવ્યા મુજબ ભુતાવડ ગામના રણજીતભાઈ ગુર્જર ને ધર બનાવવા માટે રૂપિયાની જરૂરિયાત હોય ત્યારે તેઓના મિત્રની સાથે – સાથે ધરેલું સંબંધ ધરાવતા વેપારી કનૈયાલાલ સોની, ભિલોડામાં ગાંદલા બજારમાં સોના-ચાંદીના વેપાર ધંધા સાથે સંકળાયેલ હોય તેઓને સને-2022 દરમિયાન ધરેણાં ગીરવે મુકીને રૂપિયા લીધા બાદ ગ્રાહક રણજીતભાઈ ગુર્જરે વેપારીના બેંક એકાઉન્ટ અને ફોન-પે થી કુલ. રૂપિયા. ૩,૮૯,૯૦૦ = ૦૦ ચુકવેલ હોવા છતાં આજદિન સુધી વેપારીએ ગ્રાહકે ગીરવે મુકેલ ૫૦ ગ્રામ સોનાનું બિસ્કિટ, ૨૮ ગ્રામની સોનાની ચેન, કાનની બુટ્ટી ૨૮.૭ ગ્રામની સોનાની મગમાળા વેપારીએ ગ્રાહકને પરત ન આપતા વેપારીએ મિત્રતામાં ભુતાવડ ગામના ગ્રાહક સાથે વિશ્વાસઘાત કરીને છેતરપીંડી આચરતા ચકચાર મચી જવા પામી હતી.
ભિલોડા તાલુકાના ભુતાવડ ગામના ગ્રાહક રણજીતભાઈ ગુર્જરે ભિલોડાના સોના-ચાંદીના વેપારી કનૈયાલાલ સોની વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે વેપારી વિરૂધ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડી સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ હાથ ઘરી છે.