આજે પર્યાવરણ બચાવવા માટે અનેક પ્રયાસો કરવામાં આવતા હોય છે, તેમાં ખાસ કરીને વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાય છે, જોકે પર્યાવરણને નુકસાન કરતા, પ્લાસ્ટિકનો ઉપયોગ આજે દિવસે ને દિવસે, વધતો જઈ રહ્યો છે, ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવેલી, બીકનઈ શાળાએ એક નવતર પ્રયોગ કરીને,શાળાના તમામ વિદ્યાર્થીઓને જ્યુટ બેગ ભેટ સ્વરૂપે આપી હતી.વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ટાળે, અને જ્યુટથી બનેલ બેગનો ઉપયોગ કરે.પર્યાવરણ બચાવવા માટે, મોડાસા કેળવણી મંડળ સંચાલિત બીકનઈ સ્કૂલ ની એક વિશેષ પહેલને શૌકોઈએ આવકારી હતી.આ સાથે અપીલ કરવામાં આવી હતી કે, પ્લાસ્ટિક છોડો અને જ્યુટ અપનાવોના ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોડાસા કેળવણી મંડળ સંચાલિત વિવિધ શાળાઓમાં પર્યાવરણ બચાવવા માટે અનેક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે, આ વચ્ચે નવીન, પહેલ સાથે નવો કાર્યક્રમ યોજી પર્યાવરણ બચાવવાની દિશામાં એક ડગલું આગળ ભર્યું હતું. આ કાર્યક્રમમાં શાળાના આચાર્યો, શિક્ષકો, તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.