મોડાસા શહેરમાં ભૂગર્ભ ગટર યોજનામાં રોડ-રસ્તા ખોદી નખાતા ભારે હાલાકીનો સામનો કરતા પ્રજાજનો,રોડ પર પડેલા ખાડાઓમાં વાહનો ગરકાવ,મેઘરજ રોડ પર કેડ સમા પાણી ભરાયા,મેઘરજ રોડની એક સાઈડ ભૂગર્ભ ગટર યોજનામાં ખોદી નખાતાં વરસાદી પાણીથી કાદવ-કીચડ અને ટ્રાફિકજામના દ્રશ્યો અરવલ્લી જીલ્લામાં હવામાન વિભાગનું ઓરેન્જ ઍલર્ટ યથાવત
અરવલ્લી જીલ્લામાં સતત ચોથા દિવસે મેઘમહેર યથાવત રહેતા ભૂમિપુત્રોમાં આનંદ છવાયો હતો હળવા થી ભારે ઝાપટા રૂપી વરસાદથી જીલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પેદા થઈ હતી મોડાસા શહેર સહિત આજુબાજુના વિસ્તારમાં મંગળવારે મેઘરાજાએ ધબધબાટી બોલાવતા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહેરના મેઘરજ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો મોડાસા ચાર રસ્તા પર તળાવ જેવો નજારો જોવા મળ્યો હતો અરવલ્લી જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં સાર્વર્ત્રિક એક ઇંચ વરસાદ થતાં નદી-નાળા અને તળાવો છલકાયા હતા સાર્વત્રિક વરસાદ થતા ખેતતરમાં ઉભા ખરીફ પાક્ને જીવતદાન મળતા ખેડૂતોમાં આનંદ છવાયો હતો.
હવામાન વિભાગે ત્રણ દિવસની ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અરવલ્લી જીલ્લામાં રવિવારથી વરસાદી માહોલ જામ્યો છે સોમવારે વરસાદની આવન-જાવન બાદ મંગળવારે રાત્રીના સુમારે કડાકા ભડાકા સાથે સાર્વત્રિક વરસાદ થતા વાતાવરણમાં શીત લહેર પ્રસરી હતી જીલ્લાના મુખ્યમથક મોડાસામાં 72 મીમી,મેઘરજમાં 22 મીમી, ભિલોડામાં 19 મીમી, ધનસુરામાં 17 મીમી અને બાયડમાં 11 મીમી જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત બન્યું હતું ખેતરોમાં પાણી ફરી વળતા ખેતરો પાણી થી તળબોળ બન્યા હતા ચોમાસુ ખેતીને તાતી જરૂરિયાત સમયે મેઘરાજાએ હેત વરસાવતા ભૂમિપુત્રો ઝુમી ઉઠ્યા હતા
મોડાસા નગર પાલિકા ચીફ ઓફિસર ભદ્રેશ પટેલના જણાવ્યા અનુસાર મેઘરજ રોડ પર ભૂગર્ભ ગટર યોજનાનું 15 થી 20 મીટર કામ બાકી રહ્યું છે જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે તેમજ ભેરુંડા રોડ પર પડેલા ખાડાઓ પુરાવા તજવીજ હાથધરી છે નવરાત્રિ પછી ભૂગર્ભ ગટર યોજનામાં ખોદેલ રોડ નવરાત્રિ પછી ડામર રોડ બનાવવાની કામગીરી શરુ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું