test
35 C
Ahmedabad
Sunday, July 14, 2024

Kutch : કેજરીવાલ અને હેમંત સોરેનને પણ ઈર્ષા આવશે, CID ક્રાઇમની મહિલા કોન્સ્ટેબલને હત્યાના પ્રયાસમાં જામીન મળી ગયા..!!


પ્રોહિબિશનનો કેસમાં હજુ કાર્યવાહી ચાલુ હોવાથી આજની રાત ગળપાદરની જેલમાં જ રહેવું પડશે, પોલીસે આજે અટક કરી હોવાથી આવતીકાલે કોર્ટમાં રજુ કરવામાં આવશે, બુટલેગર યુવરાજે હજુ જામીન માટે અરજી કરી નથી

Advertisement

      

Advertisement

Mera Gujarat (Kutch) : લાંબા સમયથી તિહાડ જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પાંચ મહિના પછી જેલમાંથી બહાર આવેલા ઝારખંડના મુખ્યમંત્રી હેમન્ત સોરેનને પણ ઈર્ષા આવે તેવી ઘટના ગુજરાતના કચ્છમાં બની છે. રવિવારે રાતે પોલીસના હાથે પકડાયેલી CID ક્રાઇમની મહિલા હેડ કોન્સ્ટેબલ નીતા ચૌધરીને હત્યાના પ્રયાસમાં માત્ર ત્રણ જ દિવસમાં જામીન મળી ગયા છે. સોશિયલ મીડિયામાં ધરપકડ પછી ધૂમ મચાવી રહેલી મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીને પ્રોહિબિશનના ગુન્હામાં પોલીસે આજે બુધવારે અટક કરી હોવાથી જામીન મળવા છતાં આજ ની રાત નીતાને ગળપાદરની જેલમાં કાઢવી પડશે. પોલીસની કાર્યવાહી પછીની નબળી કામગીરી અને નીતા ચૌધરી તરફથી કરવામાં આવેલી મજબૂત દલીલોને પગલે ભચાઉની કોર્ટે તેને હત્યાના પ્રયાસના ગુન્હાના કેસમાં જામીન આપ્યા છે. તેની સાથે જ ઝડપાયેલા ચિરાઈના યુવરાજસિંહ તરફથી હજુ સુધી જામીન માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી એટલે તે જેલમાં જ રહેશે.  

Advertisement

મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરી તરફથી દલીલ કરતા ગાંધીધામના સિનિયર એડવોકેટ દિલીપ જોશીએ આજે ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં જામીન અરજી અંગે દલીલ કરતા જુના કાયદા ક્રિમિનલ પ્રોસિઝર કોડ (CrPC)ની કલામ 437 1(2)ની કલમમાં આપવામાં જોગવાઇનો ઉલ્લેખ કરીને નીતાને જામીન મળવા જોઈએ તેવી રજૂઆત કરી હતી. આ ઉપરાંત જયારે ઘટના બની ત્યારે નીતા કારમાં યુવરાજની બાજુમાં બેઠી હોવાથી તેની સામે હત્યાના પ્રયાસની કલમ ન લાગવી જોઈએ તેવી દલીલ એડવોકેટ જોશી અગાઉ પણ કરી ચુક્યા છે. સરકાર તરફે તેમજ નીતા ચૌધરી તરફથી કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં રાખીને ભચાઉની એડિશનલ ચીફ જ્યુડિશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીએ ઉપલબ્ધ સાંયોગિક પુરાવા તથા કાયદાની જોગવાઈને ધ્યાનમાં રાખીને પોલીસ કર્મચારી નીતા ચૌધરીને હત્યાના પ્રયાસના કેસમાં IPC 307 હેઠળ કરવામાં આવેલી કાર્યવાહીમાં જમીન મુક્ત જાહેર કરી હતી. 

Advertisement

નીતાને આજે જામીન મળી તે અગાઉ ગઈકાલે તેના તરફથી પોલીસ ઘ્વારા માંગવામાં આવેલા રિમાન્ડનો વિરોધ કરતા એવો દાવો કરવામાં આવ્યો હતો કે, તેની પાસે કચ્છના ચકચારી પાંચ કરોડના સોપારી તોડ કાંડની અમુક ગુપ્ત કામગીરીમાં ટીમ સાથે હોવાને કારણે તેને ફસાવવામાં આવી છે. કોર્ટે પોલીસની રિમાન્ડની માંગ ફગાવી દીધી ત્યારે જ કાયદાના જાણકારોએ કહ્યું હતું કે, નીતાને ગમે ત્યારે જામીન મળી શકે તેમ છે.  ઘટના ટાણે આરંભે શૂરી હોય તેમ પોલીસે કાર્યવાહી કરી હતી. પરંતુ ત્યારબાદ જે થયું તેને જોઈને પોલીસ બેડામાં પણ સૌની આંખો પહોળી થઇ ગઈ છે. 

Advertisement

નીતા ચૌધરીના સોશિયલ મીડિયામાં ફોલોવર્સ ડબલ થઇ ગયા…!! 

Advertisement

ધરપકડ ટાણે ચાલીસેક હજાર ફોલોવર્સ ધરાવતી મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીની ધરપકડ પછી તેના ફોટા અને વિડીયો બહુ વાયરલ થયા હતા. જે લીધે તેના ફોલોવર્સ 40 હજાર જેટલા હતા તેનો આંકડો 84 હજારને પાર કરી ગયો છે. બીજી બાજુ ભુજ સહીત કચ્છ પોલીસમાં નીતાની જેમ જે મહિલા પોલીસ કર્મચારીઓ સોશિયલ મીડિયામાં રીલ્સ મુક્તિ હતી તેમણે પોતાના એકાઉન્ટ પ્રાયવેટ કરી દીધા હતા. 

Advertisement

IPS થી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધી સૌ કોઈની લાડલીની ચર્ચા 

Advertisement

પોલીસ બેડામાં ભાગ્યે જ કોઈને આટલી સફળતા મળી હશે જેટલી મહિલા પોલીસ કર્મચારી નીતા ચૌધરીને મળી છે. માત્ર પોલીસ બેડામાં જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતી નીતા પોલીસ ડિપાર્ટમેન્ટમાં સારામાં સારું કહી શકાય તેવું પોસ્ટિંગ મેળવતી રહી છે. લાંબા સમય સુધી ફિલ્ડમાં નોકરી બાદ નીતાએ CID ક્રાઇમમાં ડેપ્યુટેશન જવાનું નક્કી કર્યું છતાં તેનો દબદબો સહેજ પણ ઓછો થયો ન હતો. પોલીસ બેડામાં એવું કહેવાય છે કે, નીતાને IPS ઓફિસરથી લઈને પોલીસ કોન્સ્ટેબલ સુધીની રેન્કમાં તેના સાલસ સ્વભાવને કારણે સૌ કોઈ સાથે સારા સંબંધ છે. પૂર્વ કચ્છના તત્કાલીન એસપી વર્ષ 2014ની બેચના IPS મયુર પાટીલના સમયગાળામાં તો નીતા ચૌધરી એસપી ઓફિસમાં જ જોવા મળતી હતી. તે વખતે તેનું પોસ્ટિંગ ટ્રાફિકથી લઈને સાયબર ક્રાઈમનું હોવાને કારણે અવારનવાર તેને એસપી ઓફિસમાં જવું પડતું હતું. 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!