અરવલ્લી જીલ્લાની ગિરિમાળાઓમાં વસવાટ કરતા દીપડાની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે મોડાસા તાલુકાના સરડોઈ થી બોલુન્દ્રા સુધી ડુંગર અને જંગલમાં દીપડાના પરિવારે ધામા નાખી અનેક વાર રહેણાંક વિસ્તારમાં ત્રાટકી પશુઓનું મારણ કર્યું છે સરડોઈ ગામ નજીક ડુંગરની તળેટીમાં આવેલા ચામુંડા માતાજીના મંદિર પરિસરમાં શિકારની શોધમાં દીપડો આંટાફેરા મારતો કેમેરામાં કેદ થતા શ્રદ્ધાળુઓ સહિત ગામલોકો માં ફફડાટ ફેલાયો છે છેલ્લા કેટલાક મહિનાથી સમગ્ર પંથકમાં દીપડા પરિવારના ધામાથી લોકો અને પશુપાલકો દેહાશતમાં જીવી રહ્યા છે
સરડોઈ ગામના નાના ચોટીલા તરીકે સુપ્રસિદ્ધ ચામુંડા માતા મંદિર પરિસરમાં સંધ્યા આરતીના સમય દરમિયાન દીપડાએ દેખા દેતા મંદિર પરિસરમાં પંખીઓએ કોલાહોલ કરી મૂકી હતી મંદિર પરિસરમાં સાંજના સુમારે દીપડો શિકાર કે પાણીની શોધમાં ટહેલતો જોવા મળતા મંદિરના પૂજારી સહિત શ્રદ્ધાળુઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બોલુન્દ્રા થી સરડોઈ અને લાલપુર સુધી દીપડા અને તેના પરિવારે ધામા નાખી અનેકવાર પશુઓનું મારણ કર્યું છે દીપડાના માનવ વસ્તી નજીક આંટાફેરાના પગલે ગ્રામજનોમાં ડરનો માહોલ પ્રવર્તી રહ્યો છે વનવિભાગ તંત્ર દીપડા અને તેના પરિવારને પાંજરે પૂરે તેવી લોકમાંગ પ્રબળ બની છે