લો…બોલો… આંગણવાડી કાર્યકરે વાલીને કહ્યું તમારું બાળક રોજ રડે છે તો મોકલતા નહીં નાસ્તાનો ડબ્બો મોકલી આપજો નાસ્તો ઘરે પહોંચી જશે
અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના ટીંટોઈ ગામમાં આંબેડકર ચોક નજીક આવેલ આંગણવાડીના કાર્યકર બહેન આંગણવાડીમાં આવતા બાળકો રડે તો માર મારતા હોવાની સાથે વાલીને બાળકને અહીંયા મોકલવાનું નહીં કહી દાદાગીરી પર ઉતરી આવતા વાલીઓએ રજૂઆત કરતા આંગણવાડી કાર્યકર બહેને અભદ્ર વર્તન કરતા હોબાળો મચી ગયો હતો આંબેડકર ચોકની આંગણવાડીમાં પંખાની સુવિધાઓ અભાવ હોવાથી બાળકો ગરમીમાં બફાઇ રહ્યા છે વાલીઓએ કાર્યકર બહેનને ફરજમુક્ત કરવામાં આવેની સ્થાનિક લોકોએ માંગ કરી હતી સમગ્ર ઘટનાના પગલે ટીંટોઈ મુખ્ય સેવિકા સ્થળ પર જવા રવાના થયા હતા
ટીંટોઈ ગામના આંબેડકર ચોક નજીક આવેલ આંગણવાડી કેન્દ્રના કાર્યકર બહેન આંગણવાડીમાં રડતા બાળકોને જોઈ જાણે મગજ પરનો કાબૂ ગુમાવી દેતા હોય તેમ બાળકને સાંત્વના અપાવાના બદલે લાફા ઝીંકી દેતા હોવાથી વાલીઓમાં રોષ ફેલાયો છે ગુરુવારે એક બાળક રડતું હોવાથી કાર્યકર બહેન બાળકના વાલીને બોલાવી તમારું બાળક કેમ રડે છે કહી બાળકને આંગણવાડીમાં મોકલવું નહીં અને અહીયાથી લઇ જાવ કહેતા તેમજ નાસ્તાનો ડબ્બો મોકલી આપજો નાસ્તો મોકલી આપે કહી અભદ્ર વર્તન કરતા આંગવાડીમાં આવતા અન્ય બાળકોના વાલી અને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને આંગણવાડી કાર્યકર મહિલાના દાદાગીરી ભરેલ વર્તન સામે હોબાળો મચાવ્યો હતો અને કાર્યકર બહેનની તાત્કાલિક બદલી કરવામાં આવેની માંગ કરી હતી આંબેડકર ચોક નજીકની આંગણવાડીમાં પંખાની સુવિધાનો અભાવ હોવાની સાથે નાસ્તો પણ મેનુ પ્રમાણે આપવામાં આવતો ન હોવાનો આક્ષેપ કરતા આંગણવાડી વિભાગમાં હડકંપ મચ્યો હતો હોબાળાના પગલે મુખ્ય સેવિકા તૃપ્તિબેનેનો સંપર્ક કરતા સ્થળ પર પહોંચી તપાસ કરી કહુંનો રાગ આલાપ્યો હતો