અરવલ્લી જીલ્લા પોલીસવડા શૈફાલી બારવાલની સૂચનાને પગલે જીલ્લા પોલીસતંત્ર નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી રહી છે માલપુર પોલીસે સાઠંબા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ચાર મહીનાથી વોન્ટેડ બુટિયા ગામના બુટલેગર સહિત અન્ય ત્રણ સજા વોરંટમાં પોલીસ પકડથી દૂર રહેલા ત્રણ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
માલપુર પીએસઆઇ કે.એચ.બિહોલા અને તેમની ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ હાથધરી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા બાતમીદારો સક્રિય કરતા સાઠંબા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં છેલ્લા ચાર માસથી વોન્ટેડ બુટલેગર ચન્દ્રપાલસિંહ ઉર્ફે દિપકસિંહ યશવંતસિંહ ચૌહાણ (બુટીયા) માલપુરથી લુણાવાડા ખાનગી વાહનમો નીકળ્યો હોવાની બાતમી મળતા ટોલટેક્ષ નજીક વોચ ગોઠવી ચંદ્રપાલસિંહ ચૌહાણને દબોચી લઇ સાઠંબા પોલીસને સુપ્રત કરવા તજવીજ હાથધરી હતી સજા વોરંટમાં નાસતા ફરતાં 1)રામા ચંદુ ખાંટ (રહે,કોયલિયા સ્કૂલની પાછળ) ,2) કનું સુખા તરાર (રહે,રીંછવાડ) અને 3) કિરીટ શંકરલાલ સોની (રહે,નાનાવાડા)ને ઘરેથી ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા માલપુર પોલીસની સખ્ત કાર્યવાહીની લોકોએ સરાહના કરી હતી