38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines પંચમહાલ : સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત પર વાદળોની ફોજ ઉતરી આવતા મીની...

પંચમહાલ : સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ પર્વત પર વાદળોની ફોજ ઉતરી આવતા મીની કાશ્મીર જેવો આહલાદક નજારો

0
106

હાલોલ

પંચમહાલ જીલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વરસાદી માહોલ મા પ્રાકૃતિક સૌદર્ય ખીલી ઉઠતા જાણે  કુદરત સોળે કળાએ ખીલી ઉઠી હતી. જીલ્લા તેમજ અન્ય શહેરોમાંથી પણ ચોમાસામા આ મીની કાશ્મીર  જેવા દશ્યોનો નજારો માણવા પાવાગઢ ખાતે  પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. હાલમા વરસાદને કારણે પાવાગઢ  પર્વતની આસપાસ  લીલીછમ દ્શ્યો જોવા મળી રહ્યા છે. પ્રવાસીઓ તેનો આનંદ ઉઠાવી રહ્યા છે. 

 

દક્ષિણ પંચમહાલમાં ચોમાસુ જામતા સતત વરસી રહેલા વરસાદે યાત્રાધામ પાવાગઢના ડુંગર ને સોળે કળાએ ખીલવી દીધો છે.માચી સુધીના ડુંગર ઉપર વાદળો ઉતરી આવતા અહીં વરસતા વરસાદ સાથે પ્રાકૃતિક સુંદરતાનો આનંદ લૂંટવા યાત્રાળુઓ ની સાથે સાથે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે. વરસેલા વરસાદ બાદ ડુંગર ઉપર જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યોમાં પ્રવાસીઓ મન મુકીને ભીંજાતા જોવા મળ્યા હતા.રાજ્ય ના હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે ત્યારે દક્ષિણ પંચમહાલ ના ઘોઘંબા, હાલોલ, જાંબુઘોડા ના વિસ્તારો માં ચોમાસુ સક્રિય બનતા જ આ સમગ્ર વિસ્તારે જાને લીલી ચાદર ઓઢી હોય તેવો ભાસી રહ્યો છે. શહેરની ભાગદોડ ભરી જીંદગીથી  થાકેલા અને કંટાળેલા અને શાંતિ ની શોધમાં ભટકાતા અનેક પ્રકૃતિ ને નજીક થી માણવા ની ઈચ્છા ધરાવતા અને શહેરીજનો માટે આ વિસ્તાર જાને સ્વર્ગ સમાન બન્યો છે.છેલ્લા બે દિવસ થી સમયાંતરે વરસી રહેલા વરસાદ ને પગલે પાવાગઢ ડુંગર ઉપર વાદળો ની ફૌજ ઉતરી આવતા ડુંગર ઉપર ઝીરો વિઝીબિલિટી જેવી સ્થિતિ ઉભી થઇ છે. અનેક લોકો આ વરસાદી વાદળો ની ફૌજ અને અહીં ની પ્રાકૃતિક સુંદતા ને માણવા પાવાગઢ પહોંચે છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!